Political/ પંજાબને મળી દિવાળી ભેટ, CM ચન્નીએ વીજળીનાં દરમાં રાજ્યની જનતાને આપી મોટી રાહત

પંજાબ કેબિનેટે સોમવારે વીજળીને લઈને બેઠક કરીને મોટો નિર્ણય લીધો છે. હવે સમગ્ર દેશમાં સૌથી સસ્તી વીજળીનાં દર પંજાબમાં બની ગયા છે. પંજાબનાં લોકોને 3 રૂપિયા પ્રતિ યુનિટ સસ્તી વીજળી આપવામાં આવશે.

Top Stories India
CM Channi

પંજાબ કેબિનેટે સોમવારે વીજળીને લઈને બેઠક કરીને મોટો નિર્ણય લીધો છે. હવે સમગ્ર દેશમાં સૌથી સસ્તી વીજળીનાં દર પંજાબમાં બની ગયા છે. પંજાબનાં લોકોને 3 રૂપિયા પ્રતિ યુનિટ સસ્તી વીજળી આપવામાં આવશે. તેનાથી રાજ્યનાં તમામ સ્થાનિક ગ્રાહકોને મોટી રાહત મળી છે.

આ પણ વાંચો – બિહાર / PM મોદીની રેલીમાં બ્લાસ્ટનાં મામલે કોર્ટે 4 આરોપીઓને સંભળાવી ફાંસીની સજા

આપને જણાવી દઇએ કે, પંજાબમાં ચરણજીત ચન્ની સરકારે દિવાળીનાં અવસર પર પંજાબનાં લોકોને અને કર્મચારીઓને મોટી ભેટ આપી છે. શક્યતા મુજબ પંજાબમાં વીજળી સસ્તી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ચન્નીએ જાહેરાત કરી છે કે, પંજાબનાં લોકોને તમામ 3 થી 7 kW સ્લેબમાં 3 રૂપિયા પ્રતિ યુનિટ વીજળીનાં દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, સાથે જ કર્મચારીઓને 11 ટકા DA આપવામાં આવશે. પંજાબ સરકારનો આ નિર્ણય આજથી જ લાગુ થશે. ચરણજીત ચન્નીએ કહ્યું કે, પંજાબમાં લોકો શું ઈચ્છે છે તે જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. લોકોને મફત નહિ પણ સસ્તો અને નિયમિત પુરવઠો જોઈએ છે. ચન્નીએ કહ્યું કે, જે વીજળી પહેલા સરકાર મોંઘી ખરીદતી હતી, આજે તે જ વીજળી સરકાર 2 રૂપિયા 65 પૈસામાં ખરીદી રહી છે. આ સરકાર અને અધિકારીઓની ક્ષમતા છે. જે બાદ હવે રાજ્યમાં 100 યુનિટ સુધી વીજળીનાં ઉપયોગ માટે યુનિટ દીઠ માત્ર 1 રૂપિયા ચૂકવવા પડશે. આજથી જ આ આદેશનો અમલ કરવામાં આવ્યો છે. ચન્ની સરકારનાં આ નિર્ણયને કારણે રાજ્ય સરકાર પર દર વર્ષે 3316 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. એટલે કે પંજાબમાં 14 હજાર કરોડની સબસિડી રાજ્ય સરકારને જ આપવી પડશે. પંજાબનાં લોકોને મફત વીજળી જોઈતી નથી. આવી સ્થિતિમાં, 21 લાખ ગ્રાહકોની વીજળી પહેલાથી જ માફ કરવામાં આવી છે. રાજ્ય સરકાર કહે છે કે દિલ્હીની જેમ વીજળીને લઈને કોઈ નાટક નથી. સર્વે કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – પ્રમોશન /  મુખ્યમંત્રીએ દિવાળીની આપી ભેટ, મામલતદારોની કરી પ્રમોશનની જાહેરાત,13 મામલતદારોને ડેપ્યુટી કલેકટરની બઢતી

પંજાબનાં મુખ્ચમંત્રી રણજીત સિંહ ચન્નીએ દિવાળી પર રાજ્યનાં સરકારી કર્મચારીઓને પણ મોટી ભેટ આપી છે. CM ચન્નીએ કર્મચારીઓને 11 ટકા DA આપવાની જાહેરાત કરી છે. આ વખતે પંજાબનાં કર્મચારીઓને DA તરીકે 440 કરોડ રૂપિયા આપવામાં આવશે. સોમવારે પંજાબ કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.