IPL 2023/ પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 2 વિકેટથી હરાવ્યું

લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 158 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 161 રન બનાવીને મેચ જીતી લીધી હતી

Top Stories Sports

પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 2 વિકેટથી હરાવ્યું. લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 158 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 161 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પંજાબ માટે સિકંદર રઝાએ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે 41 બોલમાં 57 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી કેએલ રાહુલે 74 રન બનાવ્યા હતા. જોકે તેનો દાવ નિરર્થક ગયો હતો.

ઉલ્લેખનીય છે કે લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સ સામે 160 રનનો ટાર્ગેટ આપ્યો છે. તેણે 20 ઓવરમાં આઠ વિકેટે 159 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી કેપ્ટન કેએલ રાહુલે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 56 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. રાહુલે આઠ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. કાયલ મેયર્સે 29, કૃણાલ પંડ્યાએ 18 અને માર્કસ સ્ટોઇનિસે 15 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી એક્ટિંગ કેપ્ટન સેમ કરને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. કાગીસો રબાડાએ બે વિકેટ પોતાના નામે કરી હતી.