IPL/ આજે પંજાબ કિગ્સની રાજસ્થાન રોયલ્સ સાથે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ ઈલેવન

આઈપીએલ 2021 ની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની ટીમ આમને-સામને હશે. આ મેચ મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.

Sports
mmata 32 આજે પંજાબ કિગ્સની રાજસ્થાન રોયલ્સ સાથે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ ઈલેવન

આઈપીએલ 2021 ની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની ટીમ આમને-સામને હશે. આ મેચ મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આ વખતે, રાજસ્થાન રોયલ્સનાં કેપ્ટન સંજુ સેમસન છે. ગત સિઝનમાં પંજાબની ટીમ છઠ્ઠા નંબર પર પહોંચવામાં સફળ રહી હતી અને અંત સુધી પ્લે ઓફમાં પહોંચવાની આશા રાખી હતી. 2008 માં રાજસ્થાનની ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી છે અને તે પછી તે આ ખિતાબ જીતી શકી નથી. આ સિઝનમાં ટીમમાં બદલાવ જોવા મળ્યા છે. સ્ટીવ સ્મિથ હવે આ ટીમનો ભાગ નથી.

mmata 33 આજે પંજાબ કિગ્સની રાજસ્થાન રોયલ્સ સાથે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ ઈલેવન

IPL / જોશ બટલરે ધોનીને લઇને આપ્યું મોટુ નિવેદન, ધોનીનાં કારણે જ પંત, કે.એલ.રાહુલ અને સેમશન…

આવી સ્થિતિમાં જોસ બટલર, બેન સ્ટોક્સ, ડેવિડ મિલર, રાહુલ તેવતીયા, ક્રિસ મોરિસ અને આર્ચર સાથે આ ટીમ આ સિઝનમાં ટાઇટલ ફાઇટ માટે મેદાનમાં ઉતરશે. ક્રિસ મોરિસને રાજસ્થાનની ટીમે જંગી રકમ ચૂકવીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં મોરિસ આ ટીમ માટે શું કરે છે તે જોવું રસપ્રદ બનશે. સેમસનની કેપ્ટનશિપ હેઠળ રાજસ્થાનની ટીમ યુવા અને અનુભવી ખેલાડીઓ સાથે ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરશે. યશસ્વી જયસ્વાલ અને કાર્તિક ત્યાગી, શિવમ દુબે જેવા ખેલાડીઓ ટીમ માટે સારું કરવા આતુર છે. વાત કરીએ પંજાબ કિંગ્સની તો, તો કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ આ ખિતાબ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. વળી રાહુલ, ડેવિડ મલાન અને મયંક અગ્રવાલ ઓપનર આ ટીમમાં હાજર છે, તો વિસ્ફોટક ક્રિસ ગેઇલ કયા ક્રમમાં રમશે તે જોવું રસપ્રદ રહેશે. જો કે બેટિંગ કોચ વસીમ જાફરે ગેલને લઇને નિવેદનમાં કહ્યું છે કે, યુનિવર્સલ બોસ 3 નંબર પર બેટિંગ કરી શકે છે. નિકોલસ પૂરણ (વિકેટકિપર), રવિ બિશ્નોઇ, ડેવિડ મલાન, જય રિચાર્ડસન, શાહરૂખ ખાન જેવા ખેલાડીઓ ટીમને સંતુલિત કરવા માટે છે.

mmata 34 આજે પંજાબ કિગ્સની રાજસ્થાન રોયલ્સ સાથે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ ઈલેવન

Cricket / પાકિસ્તાનની ટીમે રચ્યો ઈતિહાસ, ટી-20 માં 100 મેચ જીતનારી બની દુનિયાની પ્રથમ ટીમ

આઈપીએલમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે 21 મેચ રમાઇ ચુકી છે, જેમાં રાજસ્થાન 12 અને પંજાબ કિંગ્સ 9 મેચ જીતી ચૂક્યું છે. છેલ્લી 5 મેચમાં રાજસ્થાનની ટીમે 3 અને પંજાબે 2 મેચ જીતી છે. 2020 માં, જ્યારે બંને ટીમ છેલ્લી વખત એકબીજાની સામે હતી, ત્યારે રાજસ્થાનની ટીમ વિજય મેળવવામાં સફળ રહી હતી. આ મેચમાં ક્રિસ ગેલ 99 રન બનાવી આઉટ થયો હતો.

mmata 35 આજે પંજાબ કિગ્સની રાજસ્થાન રોયલ્સ સાથે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ ઈલેવન

IPL 2021 / IPLમાં વાપસી અને પ્રથમ મેચમાં હાર બાદ રૈનાએ માહી અને CSK વિશે કહી આ મોટી વાત

Playing Eleven

રાજસ્થાન રોયલ્સ – બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), સંજુ સેમસન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, રાયન પરાગ, શિવમ દુબે, ક્રિસ મોરિસ, રાહુલ તેવતીયા, શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટ

પંજાબ કિંગ્સ – કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરણ, મોઇઝ્સ હેનરિકસ, સરફરાઝ ખાન, શાહરૂખ ખાન, મોહમ્મદ શમી, જય રિચાર્ડસન, રવિ બિશ્નોઇ અને અર્શદીપ સિંહ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ