એક જૂનથી દેશના પંજાબ અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ખેડૂતોએ આંદોલન શરુ કરી દીધું છે. ખેડૂતો યુનિયને પોતાની કેટલીક માંગોને લઈને કેન્દ્ર સરકારના વિરુદ્ધમાં 10 દિવસ માટે ખેડૂતોએ આંદોલન શરુ કર્યું છે. મળતી માહિતી મુજબ ખેડૂતોએ મંદસૌરથી આવતું દૂધ અને શાકભાજીને શહેરની બહાર જતું રોકી દીધું છે.
LIVE UPDATES…
મંદસૌરમાંના પૂરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે કારણે કે ખેડૂતોના આંદોલનમાં શાંતિ જળવાઇ રહે.
#MadhyaPradesh: Visuals of security in Mandsaur as farmers observe 10-days' 'Kisan Avkash' during which they will not supply vegetables, grains and to the cities. pic.twitter.com/SWVmAqYulp
— ANI (@ANI) June 1, 2018
પંજાબમાં કેટલીક જગ્યાએ દૂધ સપ્લાય કરવામાં આવી રહ્યું છે. પંજાબના અમુક જ વિસ્તારના લોકો આ આંદોલનમાં જોડાયા છે.
પંજાબના ફરીદકોટમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરુ કીધું છે. અહી ખેડૂતોએ રોડ પર શાકભાજી ફેંકીને વિરોધ કરી રહ્યા છે. મંદસૌરના ખેડૂતોએ જે દૂધ વધ્યું છે તે દૂધથી મીઠાઈઓ બનાવશે અને ખેડૂતોને તે મીઠાઈઓ આપશે.
મધ્યપ્રદેશના મંદસૌરના ખેડૂતોએ નજીકના મંદિરોમાં દૂધ આપવાનું નક્કી કર્યું છે ખેડૂતોનું કહેવું છે કે અમે આ આંદોલન ચાલુ છે ત્યાં સુધી ડેરીમાં દૂધ નહિ આપીએ.
કેમ કરી રહ્યાં છે ખેડૂતો આંદોલન
ખેડૂતો સ્વામીનાથન કમીશન અને દેવું માફ સહિત બીજી માંગોને લઈને ખેડૂતો હળતાળ પર છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મધ્યપ્રદેશના મંદસૌરથી ખેડૂતોના આંદોલનનો અંગારો સળગ્યો હતો. મંદસૌરમાં પાકની કિમતોમાં વધારો કરવાને લઈને આંદોલન કરી રહ્યા હતાં જેમાં પોલીસે ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં 6 જેટલા ખેડૂતોના મોત થયા હતા.
