Not Set/ વેકેશન પૂર્ણ થયા બાદ આજથી નવા શૈક્ષણિક સત્રનો થયો પ્રારંભ, બાળકોમાં જોવા મળી શાળામાં જવાની ખુશી

ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. રાજ્યની 45 હજાર કરતાં વધુ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ 11 હજારથી વધુ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં કેમ્પસો સવા કરોડથી વધુ બાળકોનાં અવાજથી ગૂંજી ઉઠશે. ગુજરાતમાં થોડા સમય પહેલા સુરત તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને પગલે શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શનની […]

Top Stories Gujarat Others

ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. રાજ્યની 45 હજાર કરતાં વધુ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ 11 હજારથી વધુ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં કેમ્પસો સવા કરોડથી વધુ બાળકોનાં અવાજથી ગૂંજી ઉઠશે. ગુજરાતમાં થોડા સમય પહેલા સુરત તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને પગલે શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શનની સાથે ટ્રેનિંગ પણ આપવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. હવેથી વિદ્યાર્થીઓને શાળાઓમાં ભણવાના પાઠ સાથે ફાયર સેફ્ટીનાં પણ પાઠ શીખવવામાં આવશે.

ઉનાળુ વેકેશન પૂર્ણ થઈને આજથી શાળાઓનું નવુ સત્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. તેને લઇને શૈક્ષણિક વિભાગ તરફથી કેટલીક સૂચનો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેવાની વાત કહેવામાં આવી છે, તો બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. ગયા મહિનાની 6(મે)તારીખથી રાજ્યની તમામ સ્કૂલોમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવ્યુ હતુ. જે રવિવારે પૂર્ણ થતા આજથી સ્કૂલો રાબેતા મુજબ શરૂ થશે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પણ પ્રારંભ થશે.

આપને જણાવી દઇએ કે, પ્રથમ સત્રમાં બાળકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસ અભ્યાસ કરાવવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે. 13થી 15 જૂન દરમિયાન રાજ્યની શાળાઓમાં પ્રવેશોત્સવ પણ યોજાશે. બાળકોમાં આજથી શાળાઓ ખુલવાની ખુશી તેમના ચહેરાને જોયા બાદ સમજી શકાય છે. વળી ઘણા બાળકો શાળામાં ભણવાની સાથે પોતાના મિત્રોને મળવાની ખુશી મનમાં લઇને શાળાએ જતા જોવા મળ્યા હતા.