Not Set/ પંજાબમાં ઓનલાઇન લોટરી યોજનાઓના વેચાણ પર પ્રતિબંધ જાહેર

ગેમ્બલિંગ એટલે કે જુગારની લત અને જુગારથી થતા નુકશાન વિશે કશું કહેવાની કોઇ જરુર જ નથી. જે કારણે ભૂતકાળમાં મહાભારત જેવું વિનાશ કરી યુદ્ધ શુધ્ધા આપ્યું છે, તે વિષય પર કશું કહેવાનું બાકી જ શું હોય. છતા પણ દેશભરમાં અને વિશ્વભરમાં જુગારનું ઘેલું આજે પણ એટલું જ જોવામાં આવે છે. કયાં વિકાસ છે તે બીજા […]

India
panjab પંજાબમાં ઓનલાઇન લોટરી યોજનાઓના વેચાણ પર પ્રતિબંધ જાહેર

ગેમ્બલિંગ એટલે કે જુગારની લત અને જુગારથી થતા નુકશાન વિશે કશું કહેવાની કોઇ જરુર જ નથી. જે કારણે ભૂતકાળમાં મહાભારત જેવું વિનાશ કરી યુદ્ધ શુધ્ધા આપ્યું છે, તે વિષય પર કશું કહેવાનું બાકી જ શું હોય. છતા પણ દેશભરમાં અને વિશ્વભરમાં જુગારનું ઘેલું આજે પણ એટલું જ જોવામાં આવે છે.

કયાં વિકાસ છે તે બીજા ક્ષેત્રોમાં કદાચ હજુ શોધવા પડે પરંતુ જુગારે તો વિકાસની હરણ ફાળ ભરી હોય તેમ અનેક ફોર્મેટમાં હાલ ઉપલબ્ધ છે. તેમા પણ આશિર્વાદ રુપી ટેક્નોલોજીનાં અભિષાપને કારણે જુગાર અને લોટરી પણ અનેક રીતે ઓનલાઇનમાં પણ ઉપલબ્ધ છે અને લાખો લોકોનાં જીવનને તહેસનહેસ કરી રહી છે. ત્યારે તેનાં પર પ્રતિબંધ કેમ ન હોવો જોઇએ તે પણ એક સવાલ છે.

આવા જ સવાલોનાં જવાબમાં કદાચ પંજાબ સરકાર દ્વારા ક્રાંતિકારી કામ કરવામાં આવ્યું છે અને પંજાબ સરકાર દ્વારા  લોટરી (નિયમન) અધિનિયમ 1998 ની કલમ 5 હેઠળ રાજ્યમાં તમામ પ્રકારની ઓનલાઇન લોટરી યોજનાઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.