Russia/ પુતિનની શરતી યુદ્ધ વિરામની ઓફર, યુક્રેન કબજા હેઠળના પ્રદેશોમાંથી હટી જાય અને નાટોમાંના જોડાય

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના યુદ્ધ વિરામને લઈ કહી મોટી વાત. યુક્રેન સાથેના યુદ્ધવિરામને લઈને પુતિને વાટાઘાટો માટે તૈયાર હોવાનું જણાવ્યું.

Top Stories World
Beginners guide to 2024 06 14T165540.660 પુતિનની શરતી યુદ્ધ વિરામની ઓફર, યુક્રેન કબજા હેઠળના પ્રદેશોમાંથી હટી જાય અને નાટોમાંના જોડાય

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના યુદ્ધ વિરામને લઈ કહી મોટી વાત. યુક્રેન સાથેના યુદ્ધવિરામને લઈને પુતિને વાટાઘાટો માટે તૈયાર હોવાનું જણાવ્યું. જો કે પુતિને શરત મૂકી છે કે કિવ કબજા હેઠળના યુક્રેનિયન પ્રદેશોમાંથી સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કરે અને નાટોમાં જોડાવવાના નિર્ણયને રદ કરે. પુતિનની યુદ્ધ વિરામની આ શરત ઘણી અશકય લાગે છે. પુતિને કહ્યું કે જો તેની આ માંગ પૂરી થાય તો રશિયા તેના તમામ પ્રદેશોમાંથી તેના સૈનિકોને પાછા ખેંચશે. પુતિને મોસ્કોમાં રશિયન વિદેશ મંત્રાલયમાં એક ભાષણમાં આ કહ્યું.

મોસ્કોના ભાષણ દરમ્યાન પુતિને જણાવ્યું કે તેઓ યુક્રેન સાથેના યુદ્ધને લઈને વાટાઘાટો કરવા તૈયાર છે. કિવ સૈનિકો પાછા બોલાવે તેવી શરત સાથે એ પણ માંગ કરી કે રશિયા પરના તમામ પશ્ચિમી પ્રતિબંધો હટાવવામાં આવે. અમે ઇતિહાસમાં બનેલ રશિયા અને યુક્રેન વચ્ચેની આ દુઃખદ ઘટનાને નિવારવા યુરોપમાં એકતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ માટે તૈયાર હોવાનું જણાવ્યું. જો કે પુતિનની આ માંગ બહુ અશકય લાગે છે તે જોતા દુનિયાએ હજુ પણ યુક્રેન અને રશિયાના યુદ્ધવિરામને લઈને રાહ જોવી પડશે.

પુતિન શરતી યુદ્ધવિરામની તૈયારી બતાવી રહ્યા છે ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી અન્ય દેશોની મદદ માટે ઇટાલીમાં જી7 સમિટમાં પંહોચ્યા છે. હાલમાં  વિશ્વના સૌથી સમૃદ્ધ સાત દેશના નેતાઓ ઈટાલીમાં ભેગા થઈને ગાઝા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ માટે આગળની રણનીતિ નક્કી કરી રહ્યા છે. જી7 સમિટમાં વિકાસશીલ દેશો સાથે આર્થિક સહયોગના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. આ સમિટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી પણ મહેમાન બન્યા છે. સમિટ દરમ્યાન ઝેલેન્સકીએ કહ્યું કે હું વિશ્વના સાત સૌથી ધનિક રાષ્ટ્રોના સમૂહ જી7ના સમિટમાં નેતાઓ પાસેથી મહત્ત્વના નિર્ણયોની અપેક્ષા રાખી રહ્યો છું, જેથી રશિયન સૈન્યના આક્રમણ સામે લડી રહેલા મારા દેશને મદદ મળી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડેનમાર્કે દક્ષિણ કોરિયામાં બનેલા 3 પ્રકારના સ્પેશિયલ નૂડલ્સ પર મૂક્યો પ્રતિબંધ, કહ્યું- “આ મસાલેદાર ઝેર છે…”

આ પણ વાંચો:ઈટલીમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, જો બિડેન સાથે કરી શકે છે મુલાકાત

આ પણ વાંચો:કોણ છે 40 ભારતીયના મોતનો ગુનેગાર? બિલ્ડિંગના માલિક કેજી અબ્રાહમ પર શા માટે ઉઠી રહ્યા છે સવાલો

આ પણ વાંચો:કુવૈત મજૂર કેમ્પમાં ભીષણ આગમાં 40 ભારતીયોના મોત, 30 ઘાયલ