Putin/ શું સિક્રેટ મહેલમાં કેદ છે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની સિક્રેટ ગર્લફ્રેન્ડ, ઘણા દિવસો પછી આવી સામે

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ગર્લફ્રેન્ડ એલિના કાબેવા છ અઠવાડિયા પછી જાહેરમાં જોવા મળી છે. અલીનાને નજરકેદ રાખવામાં આવી હોવાના અહેવાલો છે. અલીના અને પુતિન વચ્ચે 15 વર્ષથી અફેર હોવાના અહેવાલો છે અને તેમના લગ્નની વાતો પણ ચાલી રહી છે.

World
પુતિન

રશિયાની ગોલ્ડ મેડલિસ્ટ જિમ્નાસ્ટ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ની સિક્રેટ અને રહસ્યમય ગર્લફ્રેન્ડ એલિના કાબેવા લાંબા સમય પછી જાહેરમાં જોવા મળી છે. અલીના એવા સમયે સામે આવી છે જ્યારે કેટલાક સમયથી તે નજરકેદ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને પુતિન ના ગુપ્ત મહેલમાં રાખવામાં આવ્યા છે જે એક જંગલમાં છે. પુતિન અને એલીના વચ્ચે 2008 થી અફેર હોવાના અહેવાલો છે અને તે ભાગ્યે જ રાષ્ટ્રપતિ સાથે જોવા મળી છે. આ કારણોસર કેટલાક લોકો તેમને ‘રહસ્યમય’ વ્યક્તિત્વ પણ કહે છે.