Bollywood/ ‘રાધે શ્યામ’ને મળી નવી રિલીઝ ડેટ, આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે

નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ રાધે શ્યામ પણ સ્થગિત કરવામાં આવી હતી. આ ફિલ્મ 14 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી.

Entertainment
Untitled 1 2 'રાધે શ્યામ'ને મળી નવી રિલીઝ ડેટ, આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ રાધે શ્યામને નવી રિલીઝ ડેટ મળી ગઈ છે, આ ફિલ્મ હવે 11 માર્ચે રિલીઝ થવાની તૈયારીમાં છે. નિર્માતાઓએ બુધવારે સવારે સોશિયલ મીડિયા પર એક નવું પોસ્ટર રિલીઝ કર્યું જેમાં નવી રિલીઝ તારીખની જાહેરાત કરવામાં આવી. ફિલ્મના નિર્માતા યુવી ક્રિએશન્સે ટ્વિટર પર પોસ્ટ શેર કર્યું હતું.

આ પણ વાંચો:IPL 2022 / મેગા ઓક્શન પહેલા ધોની ટેનિસ કોર્ટમાં રમતા જોવા મળ્યો

પ્રભાસે નવું પોસ્ટર પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું અને લખ્યું- “11.03.22. હું તમને જોઈ લઈશ #RadheShyamOnMarch11″. તમને જણાવી દઈએ કે નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ રાધે શ્યામ પણ સ્થગિત કરવામાં આવી હતી. આ ફિલ્મ 14 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી.

Instagram will load in the frontend.

આ પણ વાંચો:IPL 2022 / કોહલીની ટીમ ભલે IPL ની વિનર બની નથી પણ આ ટૂર્નામેન્ટનો તો એ જ છે કિંગ, જાણો આંકડા

થોડા દિવસો પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. અહેવાલો અનુસાર, નિર્માતાઓએ રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદમાં ટ્રેલર લૉન્ચ કર્યું હતું, બધાની નજર  પૂજા હેગડે પર હતી ત્યારથી જ બંનેએ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ રાધે શ્યામના ટ્રેલરની લૉન્ચ તારીખની જાહેરાત કરી હતી. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.