Divorce/ છૂટાછેડા કાયદામાં ધરમૂળથી ફેરફારઃ પારસ્પરિક સંમતિ હોય તો એક વર્ષ અલગ રહેવું જરૂરી નથી

છૂટાછેડાના કાયદામાં ધરમૂળથી ફેરફાર થયો છે. કોર્ટે જણાવ્યું છે કે છૂટા થવા અંગે પતિ-પત્ની વચ્ચે પારસ્પરિક સંમતિ હોય તો તેના માટે એક વર્ષ અલગ રહેવાની જોગવાઈ લાગુ પડતી નથી.

Top Stories India
Keral high court છૂટાછેડા કાયદામાં ધરમૂળથી ફેરફારઃ પારસ્પરિક સંમતિ હોય તો એક વર્ષ અલગ રહેવું જરૂરી નથી
  •  પારસ્પરિક સંમતિથી છૂટાછેડા માટે અરજી દાખલ કરવા માટે વર્ષ રાહજોવી મૂળભૂત અધિકારનો ભંગ
  • પારસ્પરિક સંમતિથી છૂટાછેડાના કિસ્સા માટે કોર્ટે 10એની કલમને ગેરબંધારણીય જાહેર કરી
  • કલમ 10એ નાગરિક સ્વતંત્રતાના અધિકારને અસર કરતી હોવાનો કોર્ટનો મત

છૂટાછેડાના કાયદામાં (Divorce law) ધરમૂળથી ફેરફાર થયો છે. કોર્ટે જણાવ્યું છે કે છૂટા થવા અંગે પતિ-પત્ની વચ્ચે પારસ્પરિક સંમતિ હોય તો તેના માટે એક વર્ષ અલગ રહેવાની જોગવાઈ લાગુ પડતી નથી.

આ ઐતિહાસિક ચુકાદામાં કેરળ હાઈકોર્ટે ડિવોર્સ અધિનિયમ 1869ની 10Aને ફગાવી દીધી છે જેમાં પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરતા પહેલા પતિ અને પત્નીને ઓછામાં ઓછા એક વર્ષ માટે અલગ રહેવાનું ફરજિયાત હતું. કોર્ટનું કહેવું છે કે, પરસ્પર સંમતિથી ડિવોર્સ માટે અરજી દાખલ કરવા માટે એક વર્ષ સુધી રાહ જોવી એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. આ સાથે કોર્ટે આ કલમને ગેરબંધારણીય જાહેર કરી હતી.

જસ્ટિસ એ. મુહમ્મદ મુસ્તાકી અને જસ્ટિસ શોભા અન્નમ્માની ખંડપીઠે કહ્યું કે, ડિવોર્સ માટે આ નિશ્ચિત સમયની રાહ જોવી નાગરિકોના સ્વતંત્રતાના અધિકારને અસર કરે છે. કેરળ હાઈકોર્ટે પણ કેન્દ્ર સરકારને લગ્ન સંબંધી વિવાદોમાં પતિ-પત્નીના સામાન્ય કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં સમાન લગ્ન સંહિતા પર ગંભીરતાથી વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ નિર્ણય એક યુવા ખ્રિસ્તી દંપતીની અરજી પર આવ્યો છે. આ યુગલે આ વર્ષની શરૂઆતમાં ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કર્યા હતા. પરંતુ ભૂલનો અહેસાસ થતાં બંનેએ આ વર્ષે મે મહિનામાં ફેમિલી કોર્ટમાં એક્ટની કલમ 10A હેઠળ ડિવોર્સ માટે સંયુક્ત અરજી દાખલ કરી હતી.

પરંતુ ફેમિલી કોર્ટે અરજી ફગાવી દેતા કહ્યું હતું કે, આ કાયદાની કલમ 10A હેઠળ ડિવોર્સની અરજી દાખલ કરવા માટે લગ્ન બાદ એક વર્ષ અલગ રહેવાનું ફરજિયાત છે.

ત્યારબાદ દંપતીએ ફેમિલી કોર્ટના નિર્ણયને પડકારતા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ દંપતીએ એક્ટની કલમ 10A(1)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરતી રિટ પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટનું કહેવું છે કે, વિધાનમંડળે તેની સમજ મુજબ આવો સમયગાળો લાદ્યો હતો, જેથી પતિ-પત્નીને જુસ્સા કે ગુસ્સામાં લીધેલા નિર્ણયો પર પુનર્વિચાર કરવાનો સમય મળે અને લગ્ન તૂટતા બચી જાય.

આ પણ વાંચોઃ

NPCI/ UPI સેવા બનશે હવે વધુ એડવાન્સ, ગ્રાહકો ચોક્કસ હેતુઓ માટે ખાતામાં ભંડોળ બ્લોક કરી શકશે

નવી દિલ્હી/ PM મોદીના નાગપુર પ્રવાસ પર 4000 પોલીસકર્મીઓ સુરક્ષા સંભાળશે, જાણો શું છે કાર્યક્રમ