Not Set/ આઠ વર્ષની બાળકીએ સમજાઈ રાફેલ ડીલની કિંમત, રક્ષામંત્રીએ શેર કર્યો આ વિડીયો

રાફેલ ડીલને લઈને મોડી સરકાર અને કોંગ્રેસ વચ્ચે ઘમાસણ થતું રહે છે.હાલમાં જ દેશના રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પોતાના એકાઉન્ટ પર રાહુલ ગાંધીને સમજાવવા માટે એક વિડીયો શેર કર્યો છે. આઠ વર્ષની આ બાળકી જે રાફેલ ડીલની કિંમત સમજાવી રહી છે. રક્ષામંત્રીએ આ વિડીયો શેર કર્યો છે. Thanks for posting this. My special thanks to this […]

Top Stories India Trending Politics Videos
Nirmala khi આઠ વર્ષની બાળકીએ સમજાઈ રાફેલ ડીલની કિંમત, રક્ષામંત્રીએ શેર કર્યો આ વિડીયો

રાફેલ ડીલને લઈને મોડી સરકાર અને કોંગ્રેસ વચ્ચે ઘમાસણ થતું રહે છે.હાલમાં જ દેશના રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પોતાના એકાઉન્ટ પર રાહુલ ગાંધીને સમજાવવા માટે એક વિડીયો શેર કર્યો છે. આઠ વર્ષની આ બાળકી જે રાફેલ ડીલની કિંમત સમજાવી રહી છે. રક્ષામંત્રીએ આ વિડીયો શેર કર્યો છે.

આ વિડીયોમાં તે કહી રહી છે કે હું તમને રાફેલ મુદ્દે સહેલી રીતે સમજાવવા માંગું છુ. તેણે બે કમ્પાસ બોક્સ લીધા છે. તે બોલી રહી છે કે રાહુલ ગાંધીના રાફેલની કિંમ્ય ૭૨૦ કરોડ રૂપિયા છે જે ખાલી છે જયારે મોદીજીના રાફેલની કિંમત ૧૬૦૦ કરોડ રૂપિયા છે પરંતુ તે આધુનિક શસ્ત્રોથી સજ્જ છે.

રાહુલ ગાંધી આ વાત કેમ નથી સમજ પડતી તેઓ જે કિંમતની વાત કરી રહ્યા છે તે તેની દેશી કિંમત છે જયારે પીએમ મોદીની કિંમત હથિયારવાળા રાફેલની છે.

કેપ્શનમાં રક્ષામંત્રીએ લખ્યું છે કે આ વિડીયો માટે હું આં સ્માર્ટ બાળકીનો આભાર માનું છું.  આઠ વર્ષની બાળકીએ રાફેલ બાબતે આટલો રસ દાખવ્યો તે માટે હુ તમને શુભેરછા આપું છુ કે એક દિવસ તમે વાયુસેનાના લડાકુ પાયલોટ બનો.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી રાફેલની કિંમતને લઈને વારંવાર પીએમ મોદી પર હુમલો કરતા રહે છે. રાહુલે રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ લગાવ્યો છે અને જેપીસીની માંગ કરી છે. જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ માંગને ફગાવી દેવામાં આવી હતી. તો બીજી તરફ પીએમ મોદીએ આં મામલે કહ્યું હતું કે રાફેલની ડીલ ફ્રાંસ અને ભારત સરકારની વચ્ચે થઇ છે જેમાં ભ્રષ્ટાચારને કોઈ અવકાશ નથી.