Bollywood/ શહનાઝ ગિલ સાથે અફેરની ચર્ચા રાઘવે તૌડ્યું મૌન, જાણો શું કહ્યું

મોટા પડદા પર રોજ કોઈને કોઈના અફેરની વાતો ઊડતી હોય છે જેમાં ઘણી વાર સત્ય હોય છે તો ઘણી વાર ફક્ત અફવા. તેની વચ્ચે ફરી એક વાર શહનાઝ અને રાઘવના અફેરની ચર્ચાઓ થઈ રહી છે.

Trending Entertainment
શહનાઝ

સલમાન ખાનની ઈદ પર રિલીઝ થયેલી કિસી કા ભાઈ કિસી કી જાનમાં રાઘવ અને શહનાઝ એકસાથે જોવા મળ્યા હતા. ત્યારબાદથી જ રાઘવ જુયલ અને શહનાઝ ગિલ વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાના સમાચાર ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

બોક્સ ઓફિસ પર કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મે ધૂમ મચાવી છે. ત્યારે પલક તિવારી અને પંજાબની કેટરિના કૈફ શહનાઝ ગિલે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મના પ્રમોશન દરમિયાન, જ્યારે પણ સલમાન ખાન ‘શહનાઝને મૂવ ઓન’ કહેતો જોવા મળ્યો હતો, ત્યારે લોકોએ તેને સંકેત તરીકે લીધો હતો. કારણ કે બી-ટાઉનમાં સહ-અભિનેતા રાઘવ જુયલ સાથે શહનાઝ ગિલના પ્રેમ સંબંધની ચર્ચા ચાલી રહી હતી.

Shehnaaz%20Gill%20Salman%20Khan શહનાઝ ગિલ સાથે અફેરની ચર્ચા રાઘવે તૌડ્યું મૌન, જાણો શું કહ્યું

જેના આટલા સમય બાદ હવે રાઘવે શહનાઝ ગિલ સાથેના તેના અફેરના સમાચાર પર મૌન તોડ્યું છે. એચટી સાથેની વાતચીતમાં રાઘવે કહ્યું, આ સત્ય નથી  ભાઈ (સલમાન ખાને) મજાકમાં કહ્યું કે તેરા મેરા ચલ રહા હૈ.” વાસ્તવમાં, રાઘવ તાજેતરમાં રિલીઝ થયેલી કિસી કા ભાઈ કિસી કી જાનના પ્રમોશન દરમિયાન સલમાન ખાનની ટિપ્પણી વિશે વાત કરી રહ્યો હતો, જેમાં તેણે શહનાઝને સિદ્ધાર્થને ભૂલીને તેના જીવનમાં આગળ વધવા કહ્યું હતું.રાઘવે વધુમાં કહ્યું કે તેની અને શહનાઝ વચ્ચે મિત્રતા છે અને અફેર જેવું કંઈ નથી. તે કહે છે કે શહનાઝે બિગ બોસ 13માં ભાગ લીધો હતો. લોકોએ તેમને 4 મહિના સુધી સતત જોયા, તેમને તેમના અંગત જીવન વિશે જાણવાની આદત પડી ગઈ. તેથી શોના અંત પછી લોકોને તેની આદત પડી નથી, તેઓ હજુ પણ જાણવા માગે છે કે શહનાઝના જીવનમાં શું ચાલી રહ્યું છે.

હવે જ્યારે અમે આખી ફિલ્મ એકબીજા સાથે શૂટ કરી લીધી છે ત્યારે અમે મિત્રો બની ગયા છીએ. આવી સ્થિતિમાં લોકોએ અફેરની સ્ટોરી બનાવી, મને શહનાઝ માટે ખરાબ લાગે છે. પોતાના રિલેશનશિપ સ્ટેટસ પર રાઘવે કહ્યું કે તે પણ સલમાન ખાનની જેમ સિંગલ છે અને માત્ર તેની ફિલ્મો પર ફોકસ કરવા માગે છે.

આ પણ વાંચો:ફેન્સથી ગુસ્સે થયો સલમાન ખાન, બોડીગાર્ડે માર્યો માર!

આ પણ વાંચો: 10 એવોર્ડ્ઝ મેળવીને છવાઈ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’

આ પણ વાંચો:ટીવી એક્ટ્રેસે કો-એક્ટર પર લગાવ્યો રેપનો આરોપ, કહ્યું- ‘લગ્નના બહાને ઘણી વખત કર્યું સેક્સ’

આ પણ વાંચો:અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ, 10 વર્ષ બાદ આવ્યો ચુકાદો

આ પણ વાંચો:સ્ટેજ પર પરફોર્મ કરશે ગોવિંદા, કહ્યું- રવિના-કરિશ્મા જેવી અભિનેત્રીઓને કારણે ફિલ્મો બની હિટ