Rahul Gandhi/ રાહુલને ફરીથી ‘મોદી’ નડ્યાઃ માનહાનિના કેસમાં સુરતની કોર્ટે દોષિત ઠેરવ્યા

ગુજરાતની સુરત કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ દોષિત ઠેરવ્યા છે. જિલ્લા અદાલત ટૂંક સમયમાં સજાની જાહેરાત કરશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.

Top Stories India
Rahul Gandhi 1 1 રાહુલને ફરીથી 'મોદી' નડ્યાઃ માનહાનિના કેસમાં સુરતની કોર્ટે દોષિત ઠેરવ્યા

ગુજરાતની સુરત કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને Rahul Gandhi મોદી સરનેમ અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ દોષિત ઠેરવ્યા છે. જિલ્લા અદાલત ટૂંક સમયમાં સજાની જાહેરાત કરશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગુરુવારે સવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં Rahul Gandhi આવ્યો છે.

શું છે મામલો?
આ મામલો 2019ની લોકસભા ચૂંટણી પહેલાનો છે. આરોપ છે કે કર્ણાટકના કોલારમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “કૈસે સૌ ચોરોં કા સૂરનામ મોદી હૈ?” તેમના નિવેદન બાદ ભાજપના ધારાસભ્ય Rahul Gandhi અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ આ ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે.

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ
પૂર્ણેશ મોદીએ સુરતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો ગુનો દાખલ કર્યો હતો. તેમની ફરિયાદ પર સુરત શહેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વોરાની કોર્ટમાં લાંબી સુનાવણી ચાલી હતી. Rahul Gandhi શુક્રવારે બંને પક્ષોની લાંબી ચર્ચાનો અંત આવ્યો હતો.

રાહુલ ઓક્ટોબર 2021માં હાજર થયા હતા
રાહુલ આ કેસમાં છેલ્લીવાર ઓક્ટોબર 2021ના રોજ કોર્ટમાં હાજર થયા હતા, ત્યારબાદ તેને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. રાહુલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમને આ વાતની જાણ નથી અને તેઓ નિર્દોષ છે. તે જ સમયે, રાહુલના વકીલે દલીલ કરી હતી કે કોંગ્રેસના નેતા વિરુદ્ધ કોઈ દસ્તાવેજી પુરાવા નથી અને કોઈ પણ રાજકારણી 13 કરોડની વસ્તી ધરાવતા સમાજ વિશે ખોટા નિવેદનો નહીં કરે. Rahul Gandhi રાહુલના વકીલે સ્પષ્ટતા કરી હતી કે તેમણે સમાજ પર નહીં પરંતુ નરેન્દ્ર મોદી, લલિત મોદી, નીરવ મોદી અને અન્યના નામ પર ટિપ્પણી કરી હતી.

 

આ પણ વાંચોઃ Hindenberg Effect/ હિન્ડનબર્ગ હવે નવો અહેવાલ લઈ આવશે, અદાણી પછી હવે કોણ

આ પણ વાંચોઃ Rahul Gandhi/ માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં આજે થશે હાજર

આ પણ વાંચોઃ HAL Stake Sale/ સરકાર સંરક્ષણ કંપની HALનો હિસ્સો વેચવા જઇ રહી છે!