Not Set/ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો શાબ્દિક પ્રહાર..જાણો શું કહ્યું

રાહુલ ગાંધીએ ફેસબુકના માધ્યમથી પ્રહાર કરતાં  કહ્યું કે  મોદી સરકાર દેશમાં ગરીબી વધારી રહી છે દેશના 13.4 કરોડ ભારતીયો 150 રૂપિયાથી ઓછું કમાય છે

Top Stories
પ્રહાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવાર કેન્દ્ર સરકાર પર આકરા શાબ્દિક  પ્રહારો કરતાં કહ્યું કે  દેશમાં ગરીબીમાં વધારો થઇ રહ્યો છે. મોદી સરકાર દેશમાં ગરીબી વધારી રહી છે સરકારે ન્યાય યોજના અમલી બનાવીને ગરીબોને 6 હજાર રૂપિયાની મદદ કરવી જોઇએ. રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટના માધ્યમથી પ્રહાર કરતાં  કહ્યું કે  મોદી સરકાર દેશમાં ગરીબી વધારી રહી છે . ભારતના 13.4 કરોડ  ભારતીય 150 રૂપિયાથી ઓછું  પ્રતિદિન કમાઈ રહ્યા છે. ગરીબ પરિવારજનોને ન્યાય યોજના માટે 6000 રૂપિયા મહિને કેમ આપવા ના જોઇએ..?

આ પણ વાંચો બોમ્બ વિસ્ફોટ / પાકિસ્તાનમાં શિયા સમુદાયની રેલીમાં બોમ્બ વિસ્ફોટ થતાં 3 નાં મોત 50 ઘાયલ

કોંગ્રેસી નેતાએ ‘પ્યુ રિસર્ચ સેન્ટરના  માધ્યમથી  સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું  હતું કે  2020ના વર્ષમાં છ કરોડ લોકોની આવક પ્રતિદિવસ 150 રૂપિયાની હતી પરંતુ 2021 માં આ સંખ્યા વધીને 13.4 કરોડ પર પહોંચી છે.

આ વાંચો મદ્રાસ હાઇકોર્ટ / કેન્દ્રએ તામિલનાડુના સાંસદને હિન્દીમાં જવાબ આપતાં તે કોર્ટમાં પહોચ્યા,જાણો શું થયું

ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું હતું કે એમે સત્તા પર આવીશું તો ગરીબ પરિવારોને માસિક 6 હજાર આપીશું પરતું કોગ્રેસ આ ચૂંટણી હારી ગઇ હતી અને ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતી ગઇ હતી.આ પહેલા રાહુલ ગાંધીએ ભોપાલમાં રોજગાર માંગનાર યુવાનોઓ પ્રદર્શ કરી રહ્યા હતા તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે રોજગાર માંગશો તો લાઠીઓ ખાવી પડશે. રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી સરકારને  મોંઘવારી મુદ્દે ઘેરી રહ્યા છે. દેશમાં મોંઘવારી પ્રતિદિન વધી રહી છે પેટ્રોેલ 100ને પાર જોવા મળે છે.

આ પણ વાંચો નિવેદન / કેટલાક લોકો બેશરમીથી તાલિબાનને ટેકો આપી રહ્યા છે : CM યોગીનો પ્રહાર