Not Set/ રાહુલ બન્યા રામ,પોસ્ટરો લાગતા ફરિયાદ થઇ દાખલ

પટણા, દેશમાં લાગે છે કે આજકાલ નેતાઓને ભગવાનના અવતારમાં ખપાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે.થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધીને રાણી લક્ષ્મીબાઇના અવતારના પોસ્ટર્સ લાગ્યા બાદ હવે બિહારમાં રાહુલ ગાંધીના ભગવાન રામના અવતારના પોસ્ટર્સ લાગ્યા છે, રવિવારે પટનામાં ઐતિહાસિક ગાંધી મેદાનમાં 28 વર્ષ બાદ કોંગ્રેસ જન આકાંક્ષા રેલી કરવાની છે, રેલીને સફળ બનાવવા કાર્યકર્તાઓએ પોસ્ટર્સમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને ભગવાન […]

Top Stories Trending
rahul ram રાહુલ બન્યા રામ,પોસ્ટરો લાગતા ફરિયાદ થઇ દાખલ

પટણા,

દેશમાં લાગે છે કે આજકાલ નેતાઓને ભગવાનના અવતારમાં ખપાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે.થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધીને રાણી લક્ષ્મીબાઇના અવતારના પોસ્ટર્સ લાગ્યા બાદ હવે બિહારમાં રાહુલ ગાંધીના ભગવાન રામના અવતારના પોસ્ટર્સ લાગ્યા છે, રવિવારે પટનામાં ઐતિહાસિક ગાંધી મેદાનમાં 28 વર્ષ બાદ કોંગ્રેસ જન આકાંક્ષા રેલી કરવાની છે, રેલીને સફળ બનાવવા કાર્યકર્તાઓએ પોસ્ટર્સમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને ભગવાન રામનાં અવતારમાં બતાવ્યાં છે, જેની સામે વિરોધ ઉભો થયો છે.

 

રાહુલને રામના અવતારમાં બતાવવાથી હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી હોવાનું રાકેશ દત્ત મિશ્રાએ જણાવ્યું છે, ભારતીય જન ક્રાંતિ દળનાં મહાસચિવ રાકેશ દત્ત મિશ્રાએ CJM કોર્ટમાં આ અંગે રાહુલ સહિત , બિહાર કોંગ્રેસનાં અધ્યક્ષ મદન મોહન અને પાર્ટીનાં કાર્યકર્તા વિજય કુમારસિંહ સામે ફરિયાદ દાખલ કરી છે.

 

પોસ્ટર્સમાં તેઓ રામ નામ જપતા રહે, તમે રામ બનીને જીવો જેવા શબ્દો લખાયા હતા, જેમાં પર મદન મોહન સાથે વિજય કુમારસિંહનો ફોટો પણ લગાવાયો છે, રાહુલ ગાંધીની આ રેલીમાં મહાગઠબંધનનાં દિગ્ગજ નેતાઓની હાજરીની શક્યતાઓ છે, આરજેડી નેતા તેજસ્વી યાદવ, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કોન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા સામેલ થાય તેમ છે, બિહાર કોંગ્રેસનાં પ્રભારી શક્તિસિંહ ગોહિલે જનતાને અપીલ કરી છે કે કોંગ્રેસની 28 વર્ષ પછી યોજાનારી આ રેલીમાં વધુમાં વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે.