Not Set/ રસી નિકાસ કરીને પ્રસિદ્ધિ મેળવવા માંગે છે કેન્દ્ર ? રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના કેસ અને દેશના ઘણા રાજ્યોમાં કોરોના રસીની અછતની સમસ્યા વિશે પત્ર લખ્યો છે. 

Top Stories India
A 117 રસી નિકાસ કરીને પ્રસિદ્ધિ મેળવવા માંગે છે કેન્દ્ર ? રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના કેસ અને દેશના ઘણા રાજ્યોમાં કોરોના રસીની અછતની સમસ્યા વિશે પત્ર લખ્યો છે. આ સમસ્યામાંથી બહાર આવવા માટે તેમણે પોતાની તરફથી કેટલાક સૂચનો આપ્યા છે. આ સાથે તેમણે અન્ય દેશોને પણ રસી આપવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

તેમણે તેમના પત્રમાં લખ્યું છે કે સમજી શકાયું નથી કે જ્યારે આપણા જ દેશના લોકો રસીના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, તો પછી  આપડે અન્ય દેશોને કેમ રસી આપી રહ્યા છીએ. 6 કરોડથી વધુન રસી ડોઝની નિકાસ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં રેમેડિસિવિર ઇન્જેક્શનની અછત, 15,000માં કાળાબજારમાં વેચાણ,સરકારે હવે 1100 રૂપિયા કર્યા નિર્ધારિત

તેમણે કહ્યું કે આ નિર્ણય સરકારના અન્ય નિર્ણયોની જેમ ઓવરસાઇટ નિર્ણય છે કે પછીઆપણા દેશવાસીઓના જીવનને જોખમમાં મૂકીને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ છે?

કેન્દ્ર સરકારને અપાયા આ સૂચનો

  • રાહુલ ગાંધીએ કહ્યું – રસીની અછતને પહોંચી વળવા માટે રસી સપ્લાય કરનારાઓને જરૂરી સંસાધનો આપવાની જરૂર છે.
  • અન્ય દેશોમાં રસી નિકાસ કરવા પર તાત્કાલિક પ્રતિબંધ હોવો જોઈએ.
  • રસીકરણની ઝડપી ટ્રેક મંજૂરી
  • રસીકરણની પ્રક્રિયા જેમને જરૂરી છે તે બધાને ઉપલબ્ધ કરાવવી.

આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે કેન્દ્ર સરકારે પક્ષપાત વિના રાજ્યોની મદદ કરવી જોઈએ. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, “વધતા કોરોના સંકટમાં રસીનો અભાવ એ ખૂબ ગંભીર સમસ્યા છે, ‘ઉજવણી’ નહીં – આપણા દેશવાસીઓને જોખમમાં મૂકીને રસી નિકાસ શું યોગ્ય છે?” કેન્દ્ર સરકારે પક્ષપાત વિના તમામ રાજ્યોની મદદ કરવી જોઈએ. આપણે બધાએ સાથે મળીને આ મહામારીને હરાવવી પડશે.”

આ પણ વાંચો :કૃષ્ણનગરમાં આવેલી અંકુર સ્કૂલમાં લાગી ભીષણ આગ, બાળકો ફસાયા

આ પણ વાંચો :આપના ગાંધીનગર વોર્ડ નંબર ૩ના પ્રમુખ સાથે ભાજપના ઉમેદવારોની ગુંડાગીરી, કલેકટર કચેરીમાં જ માર્યો માર