Not Set/ ફેસબુક બાદ “નમો એપ” અંગે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન

દિલ્લી, દુનિયાભરમાં હાલ ચર્ચાનો વિષય બનેલા ફેસબુક ડેટા લીક મામલાને લઇ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે. આ મામલે બંને રાજકીય દળોના નેતાઓ આમને સામને કટાક્ષ કરવાનો એક પણ મોકો છોડતા નથી. ત્યારે આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ […]

Top Stories
gjgk ફેસબુક બાદ "નમો એપ" અંગે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન

દિલ્લી,

દુનિયાભરમાં હાલ ચર્ચાનો વિષય બનેલા ફેસબુક ડેટા લીક મામલાને લઇ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે. આ મામલે બંને રાજકીય દળોના નેતાઓ આમને સામને કટાક્ષ કરવાનો એક પણ મોકો છોડતા નથી. ત્યારે આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

ફેસબુકના ડેટા લીક મામલા બાદ રાહુલ ગાંધીએ હવે પીએમ મોદીની એપ્લીકેશન નમો એપને લઇ સવાલો ઉભા કર્યાં છે. રાહુલ ગાંધીએ રવિવારે સવારે એક ટ્વીટ દ્વારા આ હુમલો બોલ્યો હતો.

રાહુલ ગાંધીએ ફ્રાંસના એક હેકરના ટ્વીટ પર આધારિત એક માહિતી શેર કરી હતી. એલિયટ એલ્ડરશન નામના આ હેકરે પોતાના ટ્વીટમાં દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીની એપ ડાઉનલોડ કરવાવાળા લોકોની વ્યક્તિગત માહિતી બીજી થર્ડ પાર્ટીને આપવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું,

હકીકતમાં કોંગ્રેસ અધ્યક્ષે ફ્રાંસના વ્યક્તિના ટ્વીટનો આધાર લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેઓએ પોતાના ટ્વીટમાં જણાવ્યું, “હાઈ, હું નરેન્દ્ર મોદી છું, હું ભારતનો પ્રધાનમંત્રી છું. જયારે તમે મારી ઓફિશિયલ એપ પર લોગીન કરો છો ત્યારે હું તમારી તમામ જાણકારી અમેરિકામાં મારા મિત્રોની કંપનીઓને આપી દઉં છું”.

પ્રધાનમંત્રી ઓફિસ દ્વારા કરાયો પલટવાર

રાહુલ ગાંધી દ્વારા નમો એપ પર જે આરોપો લગાવવામાં આવ્યા હતા તે અંગે પ્રધાનમંત્રી ઓફિસ (PMO) દ્વારા પલટવાર કરવામાં આવ્યો હતો. PMO દ્વારા જણાવવામાં આવ્યું, “રાહુલ ગાંધી અને કોંગ્રેસને ટેકનોલોજીની જાણકારી નથી”.

પીએમઓ દ્વારા કૈમ્બ્રિજ એનાલટિકાને ડેટા ચોરી કરવા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી છે. આ ઉપરાંત પીએમઓ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું, રાહુલ ગાંધી આ ખુલાસા અંગે ધ્યાન ભટકવવા માટે આ પ્રકારના આરોપો લગાવી રહ્યા છે.

મહત્વનું છે કે, હાલમાં સામે આવેલા ખુલાસા મુજબ ફેસબુક દ્વારા પોતાના યુઝરની માહિતી લંડનની કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીને આપવામાં આવી હતી અને આ જ માહિતીનો ઉપયોગ ભારતમાં પણ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ખુલાસા બાદ જ ભારતમાં પણ રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનું ધમાસાણ જોવા મળી રહ્યું છે.