કટાક્ષ/ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં રાહુલ ગાંધીએ કર્યો મોદી સરકાર પર કટાક્ષ…

વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે દેશમાં સોમવારે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા હતા. સરકારી તેલ કંપનીઓએ તેમના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો કર્યો

Top Stories India
rahul ghandhi દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં રાહુલ ગાંધીએ કર્યો મોદી સરકાર પર કટાક્ષ...

પેટ્રોલિયમના ભાવ વધારાથી દેશની જનતાનો શ્વાસ રૂંધાવા લાગ્યો છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે. રોજેરોજ ભાવ વધી રહ્યા છે.સરકાર પ્રતિ દિવસ ભાવ વધારી રહી છે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કર્યું – ‘ખિસ્સા કાતરૂથી સાવધાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશમાં વધતી મોંઘવારી અને ઈંધણની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. સોમવારે તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે ટ્વીટ કર્યું ખિસ્સા કાતરૂથી સાવધના રહો , ‘! #Tax extortion’

વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે દેશમાં સોમવારે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા હતા. સરકારી તેલ કંપનીઓએ તેમના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો કર્યો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલ 109.69 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 98.42 રૂપિયા પ્રતિ લિટરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.

વાસ્તવમાં દેશમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં વધારો થવાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો અને તેના પર કેન્દ્ર અને રાજ્યોના તમામ ટેક્સ છે. રિઝર્વ બેંકની ભલામણ બાદ પણ  ન તો કેન્દ્ર અને રાજ્ય સરકારો ટેક્સ ઘટાડવા તૈયાર છે. આથી તેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા નહિવત છે. સોમવારે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 83.43 ડોલર જ્યારે યુએસ ક્રૂડ 83.18 ડોલર પ્રતિ બેરલ હતું.