Gujarat Visit/ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે,રિવરફ્રન્ટ પર 52 હજાર કાર્યકર્તાઓને સંબોધિત કરશે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને થોડા મહિનાઓ જ બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આજે અમદાવાદમાં આવી રહ્યા છે

Top Stories Gujarat
7 6 રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે,રિવરફ્રન્ટ પર 52 હજાર કાર્યકર્તાઓને સંબોધિત કરશે
  • રાહુલ ગાંધી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે
  • પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રહેશે હાજર
  • અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયું છે સંમેલન
  • કોંગ્રેસના બૂથ કાર્યકરોને રાહુલ ગાંધી કરશે સંબોધિત
  • કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ રહેશે સંમેલનમાં હાજર
  • રાહુલ ગાંધી સવારે 11.20 કલાકે પહોંચશે એરપોર્ટ
  • સવારે 11.30 કલાકે સર્કિટ હાઉસ જવા રવાના થશે
  • બપોરે 12.55 કલાકે વલ્લભ સદન પહોંચશે રાહુલ ગાંધી
  • બપોરે 2.35 કલાકે ગાંધી આશ્રમ જવા નીકળશે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને થોડા મહિનાઓ જ બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આજે અમદાવાદમાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી આજે સવારે 11 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પરથી તે અમદાવાદ એનેક્ષી જશે જ્યાંથી રિવરફ્રન્ટ આયોજીત સંકલ્પ સંમેલનમાં જશે.  અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ખાસ ઉપસ્થિતિમાં પરિવર્તન સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

રાહુલ ગાંધી આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બૂથ કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. તેઓ આજે 52 હજાર જેટલા કાર્યકર્તાઓને સંબોધશે. બપોરે અઢી વાગ્યાની આસપાસ ગાંધી આશ્રમ જશે. ત્યાંથી સીધા દિલ્હી રવાના થશે. રાહુલ ગાંધી સાથે દિગ્ગજ નેતાઓ જેવા કે, અશોક ગેહલોત, રઘુ શર્મા સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે.

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીના પ્રવાસથી બુથના કાર્યક્રમોમાં ઉત્સાહનો સંચાર થશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે. જગદીશ ઠાકોરના જણાવ્યા અનુસાર કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરી છે. કોંગ્રેસ આ વખતે બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈ મેદાને છે.