કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુરના પ્રવાસે છે, પરંતુ હવે તેમની મુલાકાતને લઈને રાજકારણ ગરમાયું છે., ગુરુવાર સવારે જ્યારે રાહુલ ચુરાચંદપુર જઈ રહ્યા હતા, ત્યારે તેમના કાફલાને બિષ્ણુપુરમાં જ અટકાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેમને હેલિકોપ્ટર દ્વારા જવાની અપીલ કરવામાં આવી હતી.કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર ચાલી રહી છે. કોંગ્રેસે બીજેપી પર રાહુલને રોકવાનો આરોપ લગાવ્યો તો ભાજપે જવાબ આપતા કહ્યું કે માત્ર મણિપુરના લોકો જ રાહુલની મુલાકાતનો વિરોધ કરી રહ્યા છે.
જો કે આ બધા પછી રાહુલ ગાંધી હેલિકોપ્ટર દ્વારા ચુરાચંદપુરના કેમ્પ પહોંચ્યા અને ત્યાં હાજર લોકોને મળ્યા. ચૂરાચંદપુરમાં લોકોને મળ્યા અને વાતચીત કર્યા પછી રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને પોતાના કાફલાને રોકવા પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, “હું મણિપુરના મારા તમામ ભાઈઓ અને બહેનોને સાંભળવા આવ્યો છું. તમામ સમુદાયના લોકો ખૂબ જ આવકારદાયક અને પ્રેમાળ છે. સરકાર મને રોકી રહી છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. શાંતિ અમારી એકમાત્ર પ્રાથમિકતા હોવી જોઈએ.
I came to listen to all my brothers and sisters of Manipur.
People of all communities are being very welcoming and loving. It’s very unfortunate that the government is stopping me.
Manipur needs healing. Peace has to be our only priority. pic.twitter.com/WXsnOxFLIa
— Rahul Gandhi (@RahulGandhi) June 29, 2023
ચુરાચંદપુરના રાહત શિબિરમાં રાહુલે લોકોને મળ્યા અને તેમની સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી. તેમણે ત્યાંની એક શાળામાં સ્થાપિત રાહત શિબિરમાં બાળકો સાથે ભોજન પણ કર્યું હતું.મણિપુર કોંગ્રેસના પ્રમુખ કીશમ મેઘચંદ્રએ કહ્યું, “રાહુલ ગાંધીની મોઇરાંગની મુલાકાત રદ કરવામાં આવી છે. પ્રશાસને તેમને મોઇરાંગ આવવાની મંજૂરી આપી ન હતી. ન તો સડક માર્ગે કે ન હવાઈ માર્ગે. તેઓ હિંસાથી પ્રભાવિત લોકોને માત્ર ચુરાચંદપુરમાં જ મળી શકે છે.” ઇમ્ફાલ પરત ફરી રહ્યો છે અને ત્યાં રાત વિતાવશે. આવતીકાલે તેની મુલાકાત વિશે કંઇ કહી શકાય નહીં.”
