Not Set/ હું નરેન્દ્ર મોદી નથી, જુઠ્ઠુ નથી બોલતો, રાહુલ ગાંધીનો આરએસએસ પર પ્રહાર, કહ્યું- નાગપુરથી દેશ ના ચાલે

બંગાળમાં મમતા અને મોદી વચ્ચે જ્યારે આસામમાં રાહુલ-પ્રિયંકા અને મોદી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરુ થઇ ગયો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી અભિયાનની શરુઆત આસામના દિબ્રુગઢથી કરી છે. અહીં વિદ્યાર્થીઓ સાથેના એક કાર્યક્રમમાં રાહુલે નામ લીધા વગર આરએસએસ પર પ્રહાર કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે ચા બગીચાના મજૂરોને 351 રુપિયા મજૂરી આપવાનો […]

Top Stories
mcms હું નરેન્દ્ર મોદી નથી, જુઠ્ઠુ નથી બોલતો, રાહુલ ગાંધીનો આરએસએસ પર પ્રહાર, કહ્યું- નાગપુરથી દેશ ના ચાલે

બંગાળમાં મમતા અને મોદી વચ્ચે જ્યારે આસામમાં રાહુલ-પ્રિયંકા અને મોદી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરુ થઇ ગયો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી અભિયાનની શરુઆત આસામના દિબ્રુગઢથી કરી છે. અહીં વિદ્યાર્થીઓ સાથેના એક કાર્યક્રમમાં રાહુલે નામ લીધા વગર આરએસએસ પર પ્રહાર કર્યો.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે ચા બગીચાના મજૂરોને 351 રુપિયા મજૂરી આપવાનો વાયદો કર્યો હતો પરંતુ તેમને દૈનિક 167 રુપિયા જ મળી રહ્યા છે. હું નરેન્દ્ર મોદી નથી. હું જુઠ્ઠું નહીં બોલું. આજે હું આપને પાંચ વાયદાની ગેરંટી આપી રહ્યો છું. જો અમારી સરકાર બનશે તો ચા બગીચાના મજૂરોને દૈનિક 365 રુપિયા મળશે. સીએએની સામે ઉભા રહીશું. પાંચ લાખ નોકરીઓની તકો મળશે. 200 યૂનિટ વીજળી મફત આપીશું. ઘરેલુ મહિલાઓને બે હજાર રુપિયા આપીશું.

મહત્વનું છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી થોડાક દિવસ પહેલા આસામ ગયા હતા ત્યારે તેમની ચાના બગીચામાં પત્તિઓ તોડતી તસવીરો ઘણી વાયરલ થઇ હતી.

આરએસએસ પર નિશાન

રાહુલ ગાંધીએ કહ્યું કે આસામના લોકોએ દિલ્હી આવીને પોતાની સંસ્કૃતિ અને ભાષાને ન ભુલવી જોઇએ. નાગપુરમાં જન્મેલી એક સેના આખા દેશને નિયંત્રિત કરી રહી છે. યુવાનોએ સક્રિય રીતે રાજકારણમાં આવવું જોઇએ અને લડવું જોઇએ. તેમણે યુવાનોને કહ્યું કે જ્યારે તમને લાગે કે તમારુ રાજ્ય લુંટાઇ રહ્યું છે તો તમારે યુદ્ધ કરવું જોઇએ, પરંતુ પ્રેમથી લાકડી-પથ્થરોથી નહીં.

મેક ઇન ઇન્ડિયા પર સવાલ

રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે પરંતુ જ્યારે તમે મોબાઇલ ફોન, શર્ટ્સ વગેરે ચેક કરો છો તો તેની પર મેડ ઇન આસામ અને ઇન્ડિયાના બદલે મેડ ઇન ચાઇના લખેલું હોય છે. ભાજપ આ નહીં કરી શકે કારણ કે તે ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે.