કડકડતી ઠંડી વચ્ચે અત્યાર સુધીમાં ખેડૂત આંદોલનમાં 11 ખેડૂતોનાં મોત નીપજ્યાં છે. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ 11 ખેડૂતોનાં મોતને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે, આ કાળો કાયદો દૂર કરવા માટે કેટલા ખેડૂત ભાઈઓની આહુતિ આપવી પડશે?
રાહુલ ગાંધીએ અગાઉ શુક્રવારે મોદી સરકાર પર ખેડૂતોની આવક અંગે નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ખેડૂતોની આવક અંગેનો એક ચાર્ટ શેર કર્યો હતો, જેમાં પંજાબનાં ખેડૂતની આવક આખા દેશમાં સૌથી વધુ હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશનો ખેડૂત પંજાબનાં ખેડૂતની જેટલી આવક ઇચ્છે છે, પરંતુ મોદી સરકાર ઇચ્છે છે કે તેની આવક બિહારનાં ખેડૂત જેટલી થાય.
આપને જણાવી દઈએ કે, છેલ્લા 15 દિવસથી ચાલી રહેલુ ખેડૂતોનું આંદોલન દિલ્હીની ત્રણ સરહદો પર ચાલી રહ્યું છે. સિંઘુ બોર્ડર પર સૌથી વધુ સંખ્યામાં ખેડૂતો હાજર છે અને હજુ પણ ખેડૂતો સતત મોટી સંખ્યામાં સિંઘુ બોર્ડર પર પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં 11 લોકો ગંભીર ઠંડી વચ્ચે મોતને ભેટ્યા છે. તેમાંના મોટા ભાગનાં હરિયાણા અને પંજાબનાં ખેડૂત છે.
USA માં ઇમરજન્સી ઉપયોગ માટે Pfizer ની રસીને મળી મંજૂરી
ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો ઝટકો, US સુપ્રીમ કોર્ટે જો બિડેનની તરફેણમાં જાહેર કર્યો આ મોટો નિર્ણય
દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરીઝને લઇને કરી ભવિષ્યવાણી, જણાવ્યો શું રહેશે ગેમ પ્લાન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…