Political/ રાહુલ ગાંધીનો PM પર કટાક્ષ, ચીને કબજે કરેલી જમીન ભારતને ક્યારે પાછી મળશે?

દુનિયાનો એક એવો દેશ જે હંમેશા ભારત માટે સરદર્દ સાબિત થયો છે. જી હા, અહી અમે ચીનની જ વાત કરી રહ્યા છીએ. છેલ્લા 2 વર્ષમાં ચીનનાં કારણે દુનિયાભરમાં લાખો લોકોનાં મોત થયા છે.

Top Stories India
રાહુલ ગાંધી

દુનિયાનો એક એવો દેશ જે હંમેશા ભારત માટે સરદર્દ સાબિત થયો છે. જી હા, અહી અમે ચીનની જ વાત કરી રહ્યા છીએ. છેલ્લા 2 વર્ષમાં ચીનનાં કારણે દુનિયાભરમાં લાખો લોકોનાં મોત થયા છે. બદ કિસ્મતે તે આપણા દેશનો જ પડોશી છે. થોડા દિવસો પહેલા સામે આવ્યુ હતુ કે, ચીને અરૂણાચસલ પ્રદેશમાંથી એક યુવકને બંધક બનાવ્યો હતો. જો કે તે હવે પરત થઇ ગયો છે પરંતુ હવે આ મામલે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ PM મોદી પર કટાક્ષ કર્યો છે.

આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video

આપને જણાવી દઇએ કે, ચીને અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા યુવક મીરામ તારૌનને પરત કર્યો છે. ગઈકાલે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ માહિતી આપી હતી. રાહુલ ગાંધીએ યુવાનની વાપસી પર ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, “ચીને મીરામ તારૌનને પરત કર્યો છે તે જાણીને ખુશી થઇ છે. ચીને કબજે કરેલી જમીન ભારતને ક્યારે મળશે, વડાપ્રધાન? આ પહેલા યુવકનાં ગુમ થવા પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘સરકાર છે તો ફરજ બજાવો, મીરામ તારૌનને પરત લાવો!’

અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા યુવકને ચીની સેનાએ ભારતીય સેનાને સોંપી દીધો છે. તાજેતરમાં આ યુવક સરહદ નજીકથી ગુમ થયો હતો. કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. કાયદા મંત્રી કિરેન રિજિજુએ ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે ચીનની સરહદ નજીક ગુમ થયેલા અરુણાચલ પ્રદેશનાં એક યુવકને વાચા-દમાઈ ઈન્ટરએક્શન પોઈન્ટ પર ચીની સેનાને સોંપવામાં આવ્યો છે. રિજિજુએ કહ્યું કે, યુવકની મેડિકલ તપાસ સહિત અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. તેમણે મામલાને કાળજીપૂર્વક આગળ ધપાવ્યો અને યુવાનને સુરક્ષિત રીતે પરત લાવવા બદલ સેનાનો આભાર માન્યો. અરુણાચલ પ્રદેશનાં અપર સિયાંગ જિલ્લામાંથી 19 વર્ષની મીરામ તારૌન 18 જાન્યુઆરીનાં રોજ ગુમ થઈ ગયો હતો. રિજિજુએ મંગળવારે માહિતી આપી હતી કે ચીની સેનાએ 20 જાન્યુઆરીએ ભારતીય સેનાને જાણ કરી હતી કે તેમને ચીનની સરહદમાં એક ભારતીય છોકરો મળ્યો છે અને તેની ઓળખની પુષ્ટિ કરવા માટે વધુ માહિતી માંગી હતી.