Politics/ રાહુલનો ફરી એકવાર મોદી સરકાર પર કટાક્ષ, કહ્યુ- આજીવિકા એક હક છે…

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી ટ્વિટર દ્વારા પીએમ મોદી અને તેમની સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે.

India
Mantavya 124 રાહુલનો ફરી એકવાર મોદી સરકાર પર કટાક્ષ, કહ્યુ- આજીવિકા એક હક છે...

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી ટ્વિટર દ્વારા પીએમ મોદી અને તેમની સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. ખેડૂત આંદોલન હોય કે બજેટ, મોંઘવારી હોય કે લદાખની સમસ્યા, રાહુલ સતત મોદી સરકાર પર સવાલ ઉભા કરતા રહ્યા છે. પોતાના તાજતરનાં ટ્વીટમાં તેમણે ખેડૂત આંદોલનને લઈને ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, “આજીવિકા એક હક છે, ઉપકાર નથી! #મોદી_MSP_આપો.” રાહુલ ગાંધીનું આ ટ્વિટ આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આપને જણાવી દઇએ કે, કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર કિસાન આંદોલનનાં 100 દિવસ પૂરા થઈ ગયા છે. પરંતુ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કૃષિ કાયદા પાછા ખેંચવા તૈયાર નથી.

આ અગાઉ પણ તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, મોદી સરકારની ઉદાસીનતા અને ઘમંડે 60 થી વધુ ખેડૂતોની હત્યા કરી છે. આ સરકાર ખેડૂતોનાં આંસુ લુછવાને બદલે તેમના પર આંસુ ગેસનાં શેલ છોડી રહી છે, આ પ્રકારની ક્રૂરતા એ ભેદભાવથી મૂડીવાદીઓના હિતોને પ્રોત્સાહન આપવા માટે છે. દેશ ફરી એકવાર ચંપારણ જેવી દુર્ઘટનાનો સામનો કરવા જઈ રહ્યો છે. ત્યારે બ્રિટીશ કંપની બહાદુર હતી, હવે મોદી-મિત્ર કંપની બહાદુર છે. પરંતુ આંદોલનનો દરેક ખેડૂત-મજૂર એક સત્યાગ્રહી છે જે તેમનો હક લઇને જ રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ