Politics/ કોરોનાનાં વધતા કેસ પર રાહુલે કર્યુ ટ્વીટ – મે આ પહેલા જ આપી હતી ચેતવણી

દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, જેને લઇને હવે કેન્દ્રની મોદી સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે.

Top Stories India
ગરમી 85 કોરોનાનાં વધતા કેસ પર રાહુલે કર્યુ ટ્વીટ - મે આ પહેલા જ આપી હતી ચેતવણી

દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, જેને લઇને હવે કેન્દ્રની મોદી સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે. ત્યારે દેશમાં કોરોનાનાં કારણે સ્થિતિ બગડતા જોઇ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર એકવાર ફરી નિશાન સાંધ્યુ છે. તેમણે એક ગ્રાફને શેર કરતા કોરોનાનાં આંક બતાવતા પોતે પહેલા આપી ચેતવણીને યાદ અપાવવાનો પ્રયત્ન કર્યો છે.

ગુજરાત / રાજ્યનાં 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનાં અમલ અંગે સરકાર આજે કરી શકે છે જાહેરાત

દેશમાં તાજેતરમાં કોરોનાનાં કેસોમાં થઇ રહેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. લોકોને કોરોના પ્રત્યે સાવચેત રહેવાની અપીલ કરતા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં પહેલાથી જ ચેતવણી આપી હતી કે કોરોના સંક્રમણ હજી પણ દેશનાં લોકો માટે મોટો ખતરો છે. જેથી આપ સૌ સાવચેતી રાખો અને માસ્કનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં અને કોવિડને લગતા નિયમોનું પાલન કરો. રાહુલ ગાંધી સરકારની નીતિઓ પર અવાર-નવાર સવાલો ઉઠાવતા રહ્યા છે. આ પહેલા પણ કોરોનાનાં કેસ વધતા તેમણે સરકારની ઝાંટકણી કાઢી હતી. આ સાથે, તેમણે અઠવાડિયા પ્રમાણે કોરોનાનાં કેસો દર્શાવતો એક ગ્રાફ પણ શેર કર્યો છે. આ ગ્રાફ મુજબ, છેલ્લા અઠવાડિયે ખતરનાક વાયરસ સંક્રમણનાં સૌથી વધુ કેસો દર્શાવે છે. આ મુજબ, વર્ષનાં 12 માં અઠવાડિયામાં સૌથી વધુ કોરોના ચેપના 1,55,909 કેસ નોંધાયા છે.

વિરોધ પ્રદર્શન / ફ્રેન્ચ ઓસ્કર સેરેમનીમાં Nude થઇ એક્ટ્રેસ, સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા

આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, સોમવારે ભારતમાં કોરોના વાયરસનાં 26,291 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 85 દિવસમાં દૈનિક વધારો છે. આ નવા કેસો સાથે, સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કુલ કેસો 1,13,85,339 સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત, સંક્રમણથી 118 નવા મૃત્યુ થયા હતા. દેશમાં આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 1,58,785 થઈ ગઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ