Not Set/ રેલ્વેએ મારી વધુ એક ગુલાટી, પટના-વાસ્કોડીગામા એક્સપ્રેસના ૧૩ ડબ્બા પાટા પરથી ઉતર્યા, ૩ ના મોત

ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુરક્ષા અને સલામતીના નામે કરાતા દાવાઓને પોકળ સાબિત કરતી વધુ એક વાર ઘટના સામે આવી છે. ગોવાના વાસ્કોડીગામાથી બિહારના પટના જઈ રહેલી પટના-વાસ્કોડીગામા એક્સપ્રેસના ૧૩ ડબ્બા પાટા પરથી ગયા છે. શુકવાર વહેલી સવારે ઉત્તરપ્રદેશના ચિત્રકુટના માણેકપુર જંકશન સ્ટેશનથી ટ્રેન થોડી આગળ વધી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત […]

India
180292 train accident રેલ્વેએ મારી વધુ એક ગુલાટી, પટના-વાસ્કોડીગામા એક્સપ્રેસના ૧૩ ડબ્બા પાટા પરથી ઉતર્યા, ૩ ના મોત

ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુરક્ષા અને સલામતીના નામે કરાતા દાવાઓને પોકળ સાબિત કરતી વધુ એક વાર ઘટના સામે આવી છે. ગોવાના વાસ્કોડીગામાથી બિહારના પટના જઈ રહેલી પટના-વાસ્કોડીગામા એક્સપ્રેસના ૧૩ ડબ્બા પાટા પરથી ગયા છે. શુકવાર વહેલી સવારે ઉત્તરપ્રદેશના ચિત્રકુટના માણેકપુર જંકશન સ્ટેશનથી ટ્રેન થોડી આગળ વધી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે જયારે ૧૩ થી વધુ મુસાફરો ઘાયલ થવાના અહેવાલ પ્રાપ્ત થય છે.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના રેલ્વે ટ્રેક તૂટવાને કારણે થઇ હોવાની આશંકા કરવામાં આવી રહી છે. રેલ્વે દ્વારા જણાવ્યું મુજબ, આ એક્સિડન્ટમાં સ્લીપર કોચને સૌથી વધારે નુકસાન થયું છે. તેમજ ઘાયલ લોકોને ચિત્રકૂટ અને આજુ-બાજુની નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.