Italy/ આ દેશમાં હજારો મૃત પક્ષીઓનો થયો વરસાદ, જાણો શું છે કારણ

કોરોના વાયરસનાં કારણે વર્ષ 2020 એ ઇતિહાસનાં તે વર્ષોમાંનું એક વર્ષ છે, જે લોકો આવતા ઘણા દાયકાઓ સુધી યાદ કરવા માંગશે નહીં…

World
Makar 33 આ દેશમાં હજારો મૃત પક્ષીઓનો થયો વરસાદ, જાણો શું છે કારણ

કોરોના વાયરસનાં કારણે વર્ષ 2020 એ ઇતિહાસનાં તે વર્ષોમાંનું એક વર્ષ છે, જે લોકો આવતા ઘણા દાયકાઓ સુધી યાદ કરવા માંગશે નહીં. પાછલા વર્ષ દરમિયાન, કોરોના વાયરસથી વિશ્વવ્યાપી વિનાશ સર્જાયો હતો અને લોકોને લાંબા સમય સુધી પોતાના ઘરે ‘કેદ’ રહેવાની ફરજ પડી હતી.

Makar 34 આ દેશમાં હજારો મૃત પક્ષીઓનો થયો વરસાદ, જાણો શું છે કારણ

લાખો લોકોએ જીવ ગુમાવ્યો. જો કે, હવે લોકોને નવા વર્ષથી વધારે આશા છે. એવું માનવામાં આવે છે કે આ નવું વર્ષ સમગ્ર દુનિયાનાં લોકો માટે ખુશી લાવશે. પરંતુ, ઇટલીનાં રોમમાં નવા વર્ષનાં પહેલા જ દિવસે એક ઘટના સામે આવી કે લોકો હેરાન પરેશાન થઇ ગયા. લોકોને લાગવા લાગ્યુ કે આ કોઈ ખરાબ શુકન તો નથીને. જણાવી દઇએ કે, રોમમાં નવા વર્ષનાં પ્રસંગે ઘણા પક્ષીઓ એક સાથે મોતને ભેટ્યા હતા. રોડ-રસ્તાઓ પર આકાશમાંથી પડતા પક્ષી જોવામાં આવ્યા, જેમની મોત થઇ ચુકી હતી. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આકાશમાં રોકેટબાજી કરીને સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. લોકો કલાકો સુધી પાર્ટી કરે છે અને ત્યારબાદ આકાશમાં આતશબાજી કરવામાં આવે છે. જો કે, કોરોનાને કારણે, ઘણી જગ્યાએ પાર્ટીઓ પર પ્રતિબંધ હતો, પરંતુ આતશબાજી ચોક્કસપણે કરવામાં આવી હતી. આને કારણે, ઇટલીનાં રોમમાં અનેકો પક્ષીઓ મરી પડ્યા હતા. રોમનાં રેલ્વે સ્ટેશનની બહારની તસ્વીરોમાં, રસ્તામાં અનેકો પક્ષીઓનાં મોત જોઇ શકાય છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર પ્રોટેક્શન ઓફ એનિમલ્સનાં જણાવ્યા મુજબ, આતશબાજીનાં અવાજોનાં કારણે આવું બન્યું છે.

Makar 35 આ દેશમાં હજારો મૃત પક્ષીઓનો થયો વરસાદ, જાણો શું છે કારણ

તેમણે કહ્યું કે, આનાથી લોકોનાં ઘરોની આસપાસ પોતાનુ ઘર બનાવીને રહેતા પક્ષીઓ ડરી ગયા અને અહીં-ત્યાં ઉડવા લાગ્યા. દરમિયાન, કોઈ ઇલેક્ટ્રિક પાવર લાઇનને અથડાયા, ત્યારે કોઈ બારીઓને અથડાઇ ગયા. આ કારણે તેમનું મોત નીપજ્યું હતું. સંગઠનનાં પ્રવક્તા લોરેદાના ડિગ્લિયોએ કહ્યું કે, પક્ષીઓ ભયનાં કારણે મૃત્યુ પામ્યા હશે. આતશબાજીનાં કારણે તેઓ આકાશમાં લડવા લાગ્યા અને ઇલેક્ટ્રિકલ વાયરથી અથડાઇ ગયા. આપણે ભૂલવું ન જોઈએ કે હાર્ટ એટેકને કારણે ઘણા પક્ષીઓ મરી પણ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો