Gujarat Weather News: ગુજરાતમાં આસના વાવાઝોડાની (Cyclone) ઘાત ટળી છે પરંતુ ભારે વરસાદની નહીં. ગુજરાતીઓ, અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાને લીધે આજે પણ ભારે વરસાદની (Gujarat Rain) સંભાવના દેખાઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં 24 થી 27 તારીખ સુધી વરસાદે ગુજરાતને આડે હાથ લીધું હોય તેમ દેખાઈ રહ્યું હતું.
The CS “ASNA” moved westwards with a speed of 15 kmph during past 6 hours and lay centered at 1730 hours IST of 31 stAug, 2024 over central parts of North AE 500 km west of Naliya (Gujarat), 350 km W-SW of Karachi, 190 km S-SE of Pasni (Pakistan) and 580 km east of Muscat (Oman). pic.twitter.com/QYMi0a7FOH
— India Meteorological Department (@Indiametdept) August 31, 2024
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ‘આસના વાવાઝોડું ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રથી પશ્ચિમ તરફ આગળ વધી પોતાની દિશા બદલી નાંખે તેવી સંભાવના છે. આવતીકાલ સુધી 2 સપ્ટેમ્બર સુધીમાં ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.’

2 સપ્ટેમ્બરે દાહોદ, ભરૂચ, નર્મદા, આણંદ, પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, વડોદરા અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો 3 સપ્ટેમ્બરે ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,સુરત, તાપી, નવસારી, વલસાડમાં યલો એલર્ટ અપાયું છે.

4 સપ્ટેમ્બરે વલસાડ, સુરત, તાપી, નવસારી, ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 5 સપ્ટેમ્બરે વડોદરા, ભરૂચ, અને પંચમહાલમાં આંશિક વરસાદ રહેશે. 5 અને 6 સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ખાનગી સંસ્થા દ્વારા કરાતી આગાહી મુજબ બુધવારે 100 ટકા વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 111 ટકા વરસાદ વરસ્યો હતો. કચ્છ ઝોનમાં 179 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 125 ટકા, દક્ષિણ ગુજરાતમાં 111 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 105 ટકા, ઉત્તર ગુજરાતમાં 88 ટકા વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં 18.66 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગણેશચતુર્થીના હવે જૂજ દિવસો બાકી છે ત્યારે વરસાદ વિઘ્ન લાવી શકે તેમ જણાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 32.67 ઈંચ સાથે 102 ટકા વરસાદ નોંધાયો છે. 20 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં આજથી પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ….
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા રહેશે ધોધમાર વરસાદ
આ પણ વાંચો:હવામાન વિભાગે રાજ્યમાં મુશળધાર વરસાદની કરી આગાહી, જાણો કયાં પડશે વરસાદ
