Not Set/ નવસારીમાં જિલ્લા ચૂંટણી દ્રારા સાયકલ રેલીનુ આયોજન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે લોકો આ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન કરે તે માટે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાગૃતિના ભાગરૂપે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે સાયકલ રેલીનુ આયોજન નવસારી લુન્સીકુઈ મેદાન ખાતેથી કરવામાં આવ્યુ હતુ.જેમાં નવસારી શહેર તેમજ ગ્રામ્ય ની મળી કુલ્લે 22 જેટલી શાળાના […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે લોકો આ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન કરે તે માટે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાગૃતિના ભાગરૂપે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે સાયકલ રેલીનુ આયોજન નવસારી લુન્સીકુઈ મેદાન ખાતેથી કરવામાં આવ્યુ હતુ.જેમાં નવસારી શહેર તેમજ ગ્રામ્ય ની મળી કુલ્લે 22 જેટલી શાળાના 2649 જેટલા વિધાર્થીઓ અને શિક્ષકોએ આ રેલીમાં ભાગ લીધો હતો.આ રેલી થકી નવસારી જિલ્લામાં એક વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપયો હતો.જેમા સ્વીટજર્લેન્ડ નો 1920 ના જુના રેકોર્ડ ને તોડવામાં આવ્યો હતો.સાથેજ 2.2 માઈલનો જે રેકોર્ડ છે એ પણ તોડવામાં આવ્યો હતો.આ રેલી નવસારી શહેર તેમજ ગ્રામ્ય મળી કુલ્લે સાડા પાંચ કિલોમીટર જેટલી ફરી હતી.આ રેલીમાં જોડાયેલા વિધાર્થીઓએ સાયકલ ઉપર વિવિધ બેનરો પણ લગાવ્યા હતા