વરસાદ/ અમદાવાદમાં આજે ફરી અનેક વિસ્તારમાં વરસાદ,IPl મેચ હાલ સ્થગિત

અમદાવાદ સહિત અનેક શહેરમાં વરસાદે ફરી એકવાર દસ્તક આપી છે. વરસાદ હાલ અમદાવાદમાં ગાજવીજ સાથે પડ્યો છે

Top Stories Gujarat
9 1 અમદાવાદમાં આજે ફરી અનેક વિસ્તારમાં વરસાદ,IPl મેચ હાલ સ્થગિત

અમદાવાદ સહિત અનેક શહેરમાં વરસાદે ફરી એકવાર દસ્તક આપી છે. વરસાદ હાલ અમદાવાદમાં ગાજવીજ સાથે પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લામાં આજે મોડી સાંજે વરસાદ વરસ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે.બોપલ-ઘુમા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. મહત્વનુ છે કે એસજી હાઇવે પર પણ વરસાદ વર્ષી રહ્યો છે. છેલા 3 દિવસથી સતત વરસાદને પગલે કેટલાય વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે,વરસાદ પડવાથી હાલ મેચ સ્થગિત કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કેઅમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જેમાં સેટલાઈટ, વસ્ત્રાપુર, એસ.જી હાઈવે વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત બોપલ, ઘુમા સહિત પશ્વિમ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે.હવામાન વિભાગે આગાહી કરી હતી કે, સોમવારે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસશે, આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લામાં આજે મોડી સાંજે વરસાદ વરસ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. અમદાવાદ એસપી રીંગ રોડ પર વરસાદ ની શરૂઆત થઈ છે.