Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દુકાન ચલાવી રહેલ ગરીબોની છીનવાશે રોજગારી

એક વર્ષ પહેલા વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાત સરકારે મોટા મોટા દાવા કર્યા હતા કે અહિયાં સ્થાનિક લોકોને રોજગારી મળી રહશે.આજે તે દાવા ખોટા સાબિત થવા જઈ રહ્યા છે તેવું દેખાય રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહેલા ગરીબોના ચા, નાસ્તો,પાણી,ઠંડાં પીણાં લારી-ગલ્લા હટાવી લેવા તંત્ર […]

Gujarat Others
aaaaaaaaaaaaamahi 4 સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દુકાન ચલાવી રહેલ ગરીબોની છીનવાશે રોજગારી

એક વર્ષ પહેલા વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાત સરકારે મોટા મોટા દાવા કર્યા હતા કે અહિયાં સ્થાનિક લોકોને રોજગારી મળી રહશે.આજે તે દાવા ખોટા સાબિત થવા જઈ રહ્યા છે તેવું દેખાય રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહેલા ગરીબોના ચા, નાસ્તો,પાણી,ઠંડાં પીણાં લારી-ગલ્લા હટાવી લેવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચા-નાસ્તો વેચનારાઓ હટાવી દેવામાં આવશે.

https://lh3.googleusercontent.com/-b6fDfsUaYf4/XW31dYHczNI/AAAAAAAAI-8/QAAQBLT5qJI4R2ROmLm2WjojLTMyurWcwCK8BGAs/s0/Statue_of_unity_stalls.JPG

3 સપ્ટેમ્બર એટલે કે આજે પોલીસ બળ સાથે 300 થી વધુ ગરીબોને હટાવી દેવા સાથે તેમના લારી ગલ્લા પણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી9 જાણકારી મળી રહી છે. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આદિવાસી સમાજ ના 300 જેટલા પરિવારો અહિયાં લારી ગલ્લા ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.