Ahmedabad News: સમગ્ર રાજ્યની સાથે મેટ્રો સિટી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો અને હજી પણ કેટલાય વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદ ચાલું છે.
અમદાવાદના પશ્ચિમ ઝોનમાં આવેલા બોપલ, ઘુમા, આંબલી, થલતેજ, ગુરુકુળ, મેમનગર, નેહરુનેગર, એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદ થવાનું કારણ અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ છે. તેના કારણે આખા રાજ્યમાં વરસાદી માહૌલ છે. તેમા પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, ખેડા સહિત અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, સાણંદ, નડિયાદ, વડોદરા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. બપોરે અમદાવાદના કેટલાક ભાગોમાં હવામાન બદલાશે, આગામી 48 કલાકમાં વરસાદ પડી શકે છે. મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી ક્ષેત્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: Ahmedabad Flower Show/‘Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો
આ પણ વાંચો: Ahmedabad city/Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર
આ પણ વાંચો: Not Set/#Ahmedabad/ રેશનિંગની દુકાનમાં આજથી શરૂ થતું અનાજનું વિતરણ મોકૂફ, શહેરમાં ગરીબોની સ્થિતિ બનશે કફોડી
