Not Set/ દેશનાં આ રાજ્યોમાં વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર

દેશમાં કોરોનાની સાથે ઉનાળાની ગરમી પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે દેશમાં ઘણા એવા વિસ્તાર પણ છે કે જ્યા વાવાઝોડું આવી શકે છે.

India

દેશમાં કોરોનાની સાથે ઉનાળાની ગરમી પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે દેશમાં ઘણા એવા વિસ્તાર પણ છે કે જ્યા વાવાઝોડું આવી શકે છે. રાજધાની દિલ્હીમાં હોળીનાં બીજા દિવસે ધૂળવાળા વાવાઝોડાને કારણે હવામાનમાં પરિવર્તન આવ્યું છે પણ તાપમાનમાં વધારો થયો છે.

ચૂંટણી જરૂરી કે જનતા / કોર્પો.ની ચૂંટણી પહેલા ગાંધીનગરનું સચિવાલય બન્યું કોરોનાનું હોટસ્પોટ

ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, દિલ્હી-એનસીઆરમાં આગામી બે દિવસ સુધી વાવાઝોડુ આવશે પરંતુ સાથે પારો પણ વધશે અને એપ્રિલનાં પહેલા અઠવાડિયામાં બધાને મે ની ગરમીનો સામનો કરવો પડશે. વળી દેશનાં અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આઇએમડીનાં જણાવ્યા મુજબ આ સ્થળોએ વીજળી પડી શકે છે. વિભાગ કહે છે કે હવામાનમાં આ ફેરફાર બંગાળની ખાડીથી ચાલતા દક્ષિણપૂર્વ પવનોને કારણે થયો છે અને તેથી માછીમારો માટે ચેતવણીઓ જારી કરાઈ છે.

કોરોનાનો અજગર ભરડો / દેશમાં કોરોનાનાં નવા કેસ 53,125 નોંધાયા, કુલ કેસનો આંક 1 કરોડ પાર

એટલું જ નહીં, આગામી ચાર દિવસમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્તિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન વધુ ખરાબ થવાની સંભાવના છે. જ્યારે સ્કાયમેટનાં જણાવ્યા મુજબ, દેશમાં આ સમયે ચક્રવાતનું પરિભ્રમણ સક્રિય છે, જેના કારણે દિલ્હી, હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડ, એમપી, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિળનાડુનું હવામાન બદલાઈ શકે છે. અહીં વરસાદ થવાની સંભાવના છે. વળી રાજસ્થાન અને ગુજરાતમાં ‘હીટવેવ’ પણ આવી શકે છે.

New Invention / હવે આવી ગયુ માત્ર નાકવાળું માસ્ક, આસાનીથી ખાઇ-પી શકશો

આપને જણાવી દઈએ કે, ભારતમાં સામાન્ય રીતે માર્ચ અને જૂન વચ્ચે ‘હીટવેવ’ જોવા મળે છે. જ્યારે કોઈ સ્થાનનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પાર કરે છે અને દિવસનાં સમયે તાપમાન સામાન્ય મહત્તમ તાપમાન કરતા 4 થી 5 ડિગ્રી વધુ હોય છે, ત્યારે હવામાન વિભાગ તેને ‘હીટવેવ’ તરીકે જાહેર કરે છે. જ્યારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી કરતા વધી જાય અથવા સામાન્ય 6 ડિગ્રી કરતા વધી જાય, ત્યારે તેને ‘ગંભીર હીટવેવ’ કહેવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ