Gandhinagar News: ગુજરાતમાં વરસાદનો વ્યાપ વધવાની સાથે તેની તીવ્રતા અને ગતિ ધીમી પડી ગઈ છે. હાલમાં શાંતિ એ છે કે દિવસમાં સાત-સાત ઇંચ કરતાં વધુ ખાબકતો વરસાદ અત્યારે બે ત્રણ ઈંચ પુરતો સીમિત થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરમાં સવા બે ઈંચ નોંધાયો હતો. જ્યારે 115 તાલુકામાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત દર્શાવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે છોટા ઉદેપરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો અને વડોદરામાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 18 તાલુકામાં એક ઈંચથી બે ઈંચ વચ્ચે વરસાદનો નોંધાયો હતો, જેમાં 115 તાલુકામાં સૌથી એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં હાલ એક જ વરસાદની સિસ્ટમ સક્રિય છે,મોન્સૂન ટ્રક રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આગળ વધી રહી છે,એટલે ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે,સાથે સાથે અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે,રાજસ્થાનમાં પણ આ મોન્સૂન ટ્રકના કારણે ભારે વરસાદ થયો છે,અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં માછીમારો દરિયો ના ખેડે કેમકે,દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતાઓ છે.હાલમાં જે વરસાદ થશે તેના કારણે ખેડૂતોના પાકને નવજીવન મળશે સાથે નવો પાક રોપવો હશે તો તે રોપી શકાશે,હાલ ગુજરાતમાં ખેડૂતો માટે છૂટો છવાયો વરસાદ આશીર્વાદ રૂપ બની રહેશે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો:રાજકોટ SOGએ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું
આ પણ વાંચો:આદિવાસી મ્યુઝિયમમાં જ આદિવાસી યુવાનને માર મરાયો, એકનું મોત
