Rajsthan/ જાલોરમાં હાઈટેન્શન લાઈનની ઝપટમાં આવી બસ, આગ લાગતા 6 મુસાફરો જીવતા ભૂંજાયા

ઘટનાની માહિતી મળ્યા પછી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં કરી હતી. ઘાયલોનો ઈલાજ ઝાલોર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેમને રિફર કરાયા છે.

India
a 234 જાલોરમાં હાઈટેન્શન લાઈનની ઝપટમાં આવી બસ, આગ લાગતા 6 મુસાફરો જીવતા ભૂંજાયા

રાજસ્થાનથી એક દુખદાયક સમાચાર મળી સામે આવ્યા છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં એક બસને ઇલેક્ટ્રિક વાયરના ચપેટમાં આવી ગઈ અને કરંટ લાગ્યા બાદ બસમાં આગ લાગી ગઈ. બસમાં કરંટ લાગવાથી 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ બસ બાડમેરથી બ્હાવર જઈ રહી હતી, આ અકસ્માત રાજસ્થાનના જાલોર જિલ્લામાં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફરોથી ભરેલી બસ જાલોર જિલ્લાના મહેશપુરા ગામથી રસ્ત ભટકી ગઈ હતી અને તે ગામ પહોંચી હતી, જ્યાં ડ્રાઇવરે બસને ઇલેક્ટ્રિક વાયરને ઝૂલતા જોઇને અટકાવી હતી.

આપને જણાવી દઈએ કે, આ ઘટનામાં બ્યાવરના સોનલ, સુરભી, ચાંદ દેવી, અજમેરના રાજેન્દ્ર અને ડ્રાઈવર ધર્મચંદ જૈન તેમજ કન્ડક્ટરના મોત થયા છે. આ ઉપરાંત જયપુરના પ્રિયંકા, અજમેરના નિશા જૈન, બ્યાવરના શંકુતલા, અનૌસી, ભીલવાડાના શિલ્પા બાફના, બ્યાવરની સુનીતા, જયપુરના સીમા જૈન, રિતિકા અને શિલ્પા ઘાયલ છે.

ઘટનાની માહિતી મળ્યા પછી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં કરી હતી. ઘાયલોનો ઈલાજ ઝાલોર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેમને રિફર કરાયા છે.

રસ્તો ભૂલવાના કારણે મહેશપુરા ગામમાં પહોંચી ગયા

દુર્ઘટના ઝાલોર જિલ્લાથી 7 કિમી દૂર મહેશપુરા ગામમાં શનિવારે રાતે 10.45 વાગ્યે બની. બસમાં સવાર તમામ શ્રદ્ધાળુ અજમેર અને બ્યાવરના છે. તેઓ બે બસોમાં સવાર થઈને શુક્રવારના રાત બ્યાવરથી રવાના થયા હતા. તમામ ઝાલોરના માંડોલીમાં જૈન મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન પછી તેઓ બ્યાવર પરત આવતી વખતે રસ્તો ભૂલીને મહેશપુરા ગામે પહોંચી ગયા હતા. મહેશપુરાની સાંકડી ગલીઓમાંથી પસાર થતી વખતે 11 કેવી લાઈનની ઝપટમાં બસ આવી ગઈ અને કરંટ ફેલાઈ જતા આખી બસમાં આગ લાગી ગઈ.

તારની ઊંચાઈ જોવા માટે બસની ઉપર ચઢ્યો હતો કન્ડક્ટર

બસમાં સવાર મુસાફરોએ જણાવ્યું કે તેઓ નાકોડા પછી માંડોલીમાં દર્શન કરવા ગયા હતા. શનિવારે મોડી સાંજે તમામ ઝાલોર શહેર પહોંચી ગયા હતા. અહીં ભોજન કર્યા પછી તેમને બ્યાવર જવાનું હતું. ગૂગલ મેપથી બ્યાવરનો માર્ગ જોઈને બસ આગળ વધી રહી હતી. ભૂલથી બસ મહેશપુરા ગામમાં પહોંચી. બસ ગામની સાંકડી ગલીમાં પહોંચી ગઈ અને ત્યાં 11 કેવીની લાઈન ખૂબ નીચે હતી. બસનો કન્ડક્ટર તાર જોવા માટે ઉપર ચઢ્યો. કન્ડક્ટર 11 કેવીની લાઈન હટાવવા લાગ્યો અને કરંટ આખી બસમાં ફેલાઈ ગયો, જેનાથી આગ લાગી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો