Rajkot News:રાજકોટમાં આટકોટ તાલુકાના કાનપર ગામમાં 4 ડિસેમ્બર 2025ના રોજ બની હતી એવી જઘન્ય અને ક્રૂર ઘટના, જે દિલ્હીના નિર્ભયા કેસની યાદ અપાવે છે. 6 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા આ દુષ્કર્મ (Rap)ના આરોપી, ત્રણ સંતાનના પિતા રેમસીંગ તેરસીંગ ડુડવા (ઉં. 30)ને આજે સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ ચુકાદો ઘટનાના 44મા દિવસે આપવામાં આવ્યો છે, જે ગુજરાતમાં ઝડપી ન્યાય વ્યવસ્થાનું ઉદાહરણ બન્યો છે. કોર્ટના જજ વી.એ. રાણા દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાથી બાળકીના પરિવારને થોડી રાહત મળી છે, જ્યારે આવા અપરાધો સામે કડક સંદેશા પણ મોકલાયો છે.
ઘટના 4 ડિસેમબર 2025ના મધ્યાહ્ને બોપરના 12 વાગ્યે બની હતી. કાનપર ગામની ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની નાનકડી બાળકી પોતાના ભાઈ-બહેનો સાથે નિર્દોષ રમતમાં મગ્ન હતી. ત્યારે આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા મોટરસાયકલ પર આવ્યો અને અચાનક બાળકીને ઉપાડી નજીકની ઝાડીમાં ખેંચી લઈ ગયો. ત્યાં તેણે બાળકીના ગુપ્તાંગમાં 5 ઈંચનો લોખંડનો સળિયો ઘુસાડી દુષ્કર્મ (Rap)નો અમાનુષ કૃત્ય કર્યો. આ દરમિયાન બાળકીની તીવ્ર ચીખો સાંભળીને નજીકમાં રહેતી તેની મામી દોડી આવી, જે જોઈને આરોપી ત્યાંથી ભાગી ગયો.
બાળકી સાથે દુષ્કર્મ (Rap)
બાળકીની હાલત અત્યંત ગંભીર હતી. તેના શરીરમાંથી અણધારી રીતે રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. મામીએ તાત્કાલિક બાળકીના પિતાને કોલ કર્યો અને તેને લઈને કાનપર ગામના સાર્વજનિક આરોગ્ય કેન્દ્રે એમ્બ્યુલન્સમાં ખસેડાઈ. ત્યાંથી તેની હાલત વધુ ગંભીર જોવા મળતાં જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પરંતુ ત્યાં પણ પૂરતું સારવાર ન મળતાં રાત્રિના 9 વાગ્યે રાજકોટની જીવન જનાર્ગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. આ સમયદરમિયાન રક્તસ્ત્રાવ એટલો વધુ થયો કે, ઓપરેશન કરી શકાય કે કેમ તે ચકાસવા માટે રેડિયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટના અભિપ્રાય લેવાયા.
આખરે સારવાર અને ઓપરેશન પછી બાળકીને બચાવી શકાય છે, પરંતુ તેના શરીર અને મન પર આ કાર્યવાહીના દુષ્પરિણામો આજીવન રહેશે.બાળકીના પિતાએ તાત્કાલિક પોલીસને જાણ કરી, પરંતુ તે સમયે આરોપીની ઓળખ ન થઈ શકી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ ક્લુ મળ્યા નહોતા, જેના કારણે આરોપીને પકડવામાં મુશ્કેલી પડી.

8 ડિસેમ્બર 2025ના રોજ પોલીસને આરોપી વિશે માહિતી મળી અને તેને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દુષ્કર્મ (Rap)ના આરોપીએ પોલીસ રીમાન્ડમાં કબૂલાત કરી અને કાનપર ગામની એક ઝાડી નીચેથી રક્તરંજિત લોખંડનો સળંગો કાઢી આપ્યો. બનાવસ્થળ પરથી મળેલા માથાના વાળોનું ડીએનએ ટેસ્ટિંગમાં તે આરોપીના જ હોવાનું સામે આવ્યું. સળંગા પરનું લોહી બાળકીનું જ હોવાનું પુરવાર થયું. વધુમાં, આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી સીડીઆર રિપોર્ટ મેળવતાં તે ઘટના સમયે કાનપર વિસ્તારમાં જ હાજર હોવાનું સામે આવ્યું.
ફોરેન્સિક સાયન્સ લેબ (એફએસએલ)ની ટીમને બનાવસ્થળ પર બોલાવવામાં આવી, જ્યાંથી વધુ પુરાવા મળ્યા. આ તમામ પુરાવાઓ મેડિકલ, મૌખિક અને ઇલેક્ટ્રોનિક આરોપી સામે મજબૂત સાબિત થયા. પોલીસ તપાસ અધિકારીએ માત્ર 11 દિવસમાં સંપૂર્ણ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધી, જે ગુજરાત પોલીસની કાર્યક્ષમતાનું પ્રતીક છે.
ચાર્જશીટ ફાઈલ થયા પછી, 12 જાન્યુઆરી 2026ના રોજ કોર્ટે દુષ્કર્મ (Rap)ના આરોપીને દોષિત ઠેરવ્યો. બાળકીના પિતાએ કોર્ટમાં વિનંતી કરી હતી કે આ કેસને તાત્કાલિક અને રોજિંદા આધારે ચલાવવામાં આવે, જેથી આરોપીને સખ્ત સજા મળે. કોર્ટે બનાવની કરુણતા અને ગંભીરતા ધ્યાનમાં લઈને આ વિનંતી માની લીધી. 6 દિવસમાં પુરાવા નોંધાયા અને 10મા દિવસે આખરી ચુકાદો આપવામાં આવ્યો. મૂળભૂત રીતે 35 દિવસમાં આ કેસ પૂર્ણ થયો, જે ભારતીય ન્યાય વ્યવસ્થામાં દુર્લભ છે.
તપાસ દરમિયાન દુષ્કર્મ (Rap)ના આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. તેને તેના ઘર નજીક લઈ જવાતાં તેણે લોખંડના ધારીયા વડે હુમલો કર્યો, જેમાં એલસીબીના પોલીસ કર્મી ધર્મેશ બાવળિયાને ઈજા થઈ. આરોપીને ફરાર ન થાય તે માટે પોલીસે આત્મરક્ષા માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં તેના પગમાં ગોળી વાગી.મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું ક્યારેય ગુજરાતમાં આવીશ નહીં.” તેના આ શબ્દો પોલીસના ફાયરિંગથી ફફડાયેલા તેને વ્યથા અપાવતા જોવા મળ્યા.

