Rajkot News/ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દારૂ ઝડપ્યો

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) સફળ કામગીરી કરી છે.

Top Stories Gujarat

Rajkot News: રાજકોટમાં (Rajkot) માંડા ડુંગર વિસ્તારમાંથી શિવમ સોસાયટીના મકાનમાં દારૂ વેચાતુ હતુ તેવી બાતમી મળતા દેશી દારૂની ફેક્ટરી (Liquor Seized) ઝડપી પાડી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) સફળ કામગીરી કરી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે માંડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપી દારૂ સહિત 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દેશી દારૂના પાઉચ પેકીંગ કરી વેચતા હોવાનું સામે આવ્યું છે. ઓરેન્જ ફ્લેવર, ફ્લેવર વગરનો દેશી દારૂ વેચાતો હતો. પોલીસે સૂરજ મકવાણા નામના શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 1 લાખનો દેશી દારૂ, વિદેશી ઓરેન્જ ફ્લેવરની બોટલ, હેન્ડ ઓપરેટિંગ સિલિંગ મશીન, પાઉંચ બનાવવાનો પ્લાસ્ટિકનો રોલ સહિત 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓને માહિતી મળી હતી કે ચિલોડાના પાલેજ ગામ આઈટીઆઈ ગેટની સામે કારમાં દારૂનો જથ્થો લઈને કેટલાક શખ્સો જઈ રહ્યા છે. માહિતીને આધારે પોલીસે કાર અટકાવીને તપાસ કરતા અંદરથી રૂ.2,64,086 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

સાબરકાંઠામાંરાજસ્થાન કોટડા ગઢીથી લાંબડીયા તરફ લવાતો વિદેશી દારૂનો 8 લાખથી વધુનો જથ્થો ખેરોજ પોલીસે ઝડપી પાડ્યો છે તેમજ ગુનો નોંધ્યો છે.

પાટણમાં સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ માહિતીને આધારે રામાપીર મંદિર મોટી ચંદુર શંખેશ્વર રોડ પર બે વાહનો આંતરીને દારૂનો જથ્થો કબજે કર્યો હતો. બન્ને વાહનોમાંથી પોલીસે રૂ.4,59,090 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, રોકડ રકમ, બે ડુપ્લીકેટ નંબર પ્લેટ, બે મોબાઈલ અને બે ક્રેટા કાર મળીને કુલ રૂ. 13.69,810 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠાના કાંકરેજમાં દારૂ મામલે ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો:સાબરકાંઠામાં 8 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:ધનસુરા બાયડ રોડ પર બે કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે 16.24 લાખનો મુદ્દામાલ કબજે