annual-conference/ રાજકોટ ડેરીનો ચોખ્ખો નફો 411.90 લાખ, 15% ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત

રાજકોટ જીલ્લા ડેરીની વાર્ષિક સાધારણ સભાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું. કોરોનાને લઈ 5 સ્થળોએ ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું.

Gujarat Rajkot Breaking News
rajkot dairy રાજકોટ ડેરીનો ચોખ્ખો નફો 411.90 લાખ, 15% ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત

રાજકોટ જીલ્લા ડેરીની વાર્ષિક સાધારણ સભાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું. કોરોનાને લઈ 5 સ્થળોએ ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રનાં ભાજપનાં નેતા અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા પણ આ વાર્ષિક સાધારણ સભામાં વર્ચ્યુઅલ – ઓનલાઈન જોડાયા હતા. સાથે સાથે સાંસદ મોહનભાઇ કુંડારિયા અને ચેરમેન પણ ઓનલાઈન જોડાયા છે. 

ડેરીનું વર્ષ 2019-20 નું ટર્ન ઓવર રૂ.776.32 કરોડ જાહેર કરવામાં આવ્યું છે, જયારે ડેરીને ચોખ્ખો નફો રૂ.411.99 લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. ડેરી દ્વારા 15% ડિવિડન્ડ ચુકવવાની જાહેરાત પણ સાધારણ સભામાં કરવામાં આવી છે. વર્ષ 2019-20માં ગોપાલ ઘી અને છાસના વેચાણમાં 10% નો વધારો થયો હોવાની જાણકારી સામે આવે છે. તો ગોપાલ દહીંના વેચાણમાં 108% નો વધારો નોંધવામાં આવ્યો છે.

દૂધમાં ભેળસેળ મુદ્દે કેબિનેટ મંત્રી રાદડિયા દ્વારા સ્પષ્ટતા કરવામા આવી હતી. રાદડીયાએ કહ્યુ હતું કે, દૂધમાં ભેળસેળ કોઈ સંજોગોમાં નહીં ચલાવી લેવાય. સહકારી ક્ષેત્રમાં લોકોનો અને પશુપાલકોનો ભરોસો જ મહત્વનો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી મોબાઇલ એપ્લિકેશન….