- યુપીના હાથરસમાં સામૂહિક દુષ્કર્મનો મામલો
- 4 આરોપીઓને ગાંધીનગર લાવવામાં આવ્યા
- દુષ્કર્મ આરોપીઓનું લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાશે
- આરોપીઓના એફએસએલમાં કરાશે વિવિધ ટેસ્ટ
- 8 દિવસ સુધી બ્રેન મેપ સહિતના કરાશે ટેસ્ટ
- બે મહિના પહેલાં યુવતી પર કરાયું હતું દુષ્કર્મ
- દુષ્કર્મ બાદ ગંભીર ઘાયલ યુવતીનું થયું હતું મોત
ઉત્તર પ્રદેશનાં હાથરસ ગેંગરેપના આરોપીઓને સીબીઆઈની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદથી ગાંધીનગર એફએસએલ લાવી છે. આરોપીઓના આજે દિવસ દરમ્યાન લાઈવ ડીટેક્ટ ટેસ્ટ, નાર્કો ટેસ્ટ, બ્રેઈન મેપિંગ સહિતના વિવિધ ટેસ્ટ તેમજ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાથરસ ગેંગરેપકાંડના કુલ ચાર નરાધમોએ પીડિતા સાથે ગેંગરેપ કર્યા બાદ પીડિતાની જીભ કાપી નાંખી હતી અને તેના કરોડરજ્જુનું હાડકું તોડી નાંખ્યું હતું. પીડિતા બાજરીના ખેતરમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. અને પીડિતાનું સારવાર દરમિયાન તેનું મૌત થયું હતું. આ દુખદ અને હિન ઘટનાનાં સમગ્ર દેશમાં પડઘા પડયા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….