Arjun Khatariya/ રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના આગેવાન અર્જુન ખાટરિયાની હકાલપટ્ટી

રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના આગેવાન નેતા અર્જુન ખાટરિયાને પક્ષ દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી છે. તેઓ ભાજપમાં જોડાઈ જાય તેમ માનવામાં આવે છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અર્જુન ખાટરિયાનું કોંગ્રેસે રાજીનામુ માંગી લીધુ હતુ.

Top Stories Rajkot Gujarat
YouTube Thumbnail 2024 01 13T142640.869 રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના આગેવાન અર્જુન ખાટરિયાની હકાલપટ્ટી

રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના આગેવાન નેતા અર્જુન ખાટરિયાને પક્ષ દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી છે. તેઓ ભાજપમાં જોડાઈ જાય તેમ માનવામાં આવે છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અર્જુન ખાટરિયાનું કોંગ્રેસે રાજીનામુ માંગી લીધુ હતુ.

આમ પણ અર્જુન ખાટરિયા ઘણા સમયથી ભાજપમાં જોડાય અથવા કેસરિયા કરે તેવી અટકળો ચાલતી હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેઓ કશું કરે તે પહેલા તેમનો વિદાય સમારંભ કરી દીધો છે. અર્જુન ખાટરિયા સહકારી આગેવાન ઘનશ્યામભાઈ ખાટરિયાના પુત્ર છે.

અર્જુન ખાટરિયા પાટલી બદલીને ભાજપનો પાલવ પકડે તે પહેલા કોંગ્રેસે તેમની પાસેથી તેમનો પાલવ છોડાવી દીધો હતો. તેમને શનિવારે સવારે 11 વાગે હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. અર્જુન ખાટરિયા અને તેમના પત્ની જિલ્લા પંચાયતમાં અનેક હોદ્દા ભોગવી ચૂક્યા છે.

અર્જુન ખાટરિયા 2017માં વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને 15,397 મતથી હાર્યા હતા. આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાંથી કોંગ્રેસના અન્ય આગેવાનો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અર્જુન ખાટરિયા સહકારી આગેવાન ઘનશ્યામભી ખાટરિયાના પુત્ર છે.

આ ઉપરાંત સ્થાનિક નેતાઓની પણ ફરિયાદ હતી કે તેઓ પક્ષને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ આગેવાનોની ફરિયાદને ધ્યાનમાં રાખતા પ્રદેશ કોંગ્રેસે તેમને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. અર્જુન ખાટરિયા સામે ફરિયાદ હતી કે તેઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ