Not Set/ live:PM મોદીએ કહ્યું શાંતિ નિકેતનમાં અસુવિધાઓ પર માફી માંગું છું

વડાપ્રધાન મોદીએ શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહને સંબોધતા કહ્યું કે કોઈ પણ અસુવિધા માટે હું જિમ્મેદાર છું. અહી હું મહેમાન રીતે નહિ પણ આચાર્ય રીતે આવ્યો છું. તેમણે કહ્યું કે લોકતંત્ર આ દેશનો આચાર્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સૌથી પહેલા વિશ્વભારતીના ચાન્સેલરના તૌર પર હું માંફી માગું છું. હું જયારે અહી આવતો હતો […]

Top Stories Trending
CENEDA 2 live:PM મોદીએ કહ્યું શાંતિ નિકેતનમાં અસુવિધાઓ પર માફી માંગું છું

વડાપ્રધાન મોદીએ શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહને સંબોધતા કહ્યું કે કોઈ પણ અસુવિધા માટે હું જિમ્મેદાર છું. અહી હું મહેમાન રીતે નહિ પણ આચાર્ય રીતે આવ્યો છું. તેમણે કહ્યું કે લોકતંત્ર આ દેશનો આચાર્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સૌથી પહેલા વિશ્વભારતીના ચાન્સેલરના તૌર પર હું માંફી માગું છું. હું જયારે અહી આવતો હતો તો કેટલાક વિધાર્થીઓએ મને કહ્યું કે અહી પીવાના પાણીની સમસ્યા છે. હું તમને બધાને થઇ રહેલી અસુવિધાઓ પર માફી માંગું છું.

વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના 49 દીક્ષાંત સમારોહમાં નરેન્દ્ર મોદી સાથે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ આ કાર્યક્રમમાં સામેલ છે. પીએમ મોદીએ અને શેખ હસીનાએ રવિન્દ્ર ભવનની મુલાકત કરી હતી. મોદી અને હસીના સિવાય સમારોહમાં પશ્વિમ બંગાળના રાજ્યપાલ એન ત્રિપાઠી અને મૂખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ થશે. કુલપતિ મુજબ છેલ્લા ચાર દશકો પછી પહેલીવાર કોઈ મુખ્યમંત્રી દીક્ષાંત સમારોહમાં શામેલ થશે.

પછી બંને નેતા બાંગ્લાદેશ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ ભારત-બાંગ્લાદેશના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિક છે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ઝારખંડમાં આશરે 27 હજાર કરોડના પ્રોજેક્ટની શરૂઆત કરશે.