RMC/ રાજકોટ મનપાએ લાંબા સમયથી ભાડુ નહી ભરતા ૪૧ દુકાનધારકોને દુકાન ખાલી કરવા પાઠવી નોટીસ 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ ૨૧ શોપીંગ સેન્ટરની ૩૮૫ દુકાનો લાંબાગાળા માટે લીઝથી આપવામાં આવેલ છે.  ૪ શોપીંગ સેન્ટરના ૪૧ દુકાન ધારકો દ્વારા લાંબા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં લીઝ

Gujarat
nprent 1 રાજકોટ મનપાએ લાંબા સમયથી ભાડુ નહી ભરતા ૪૧ દુકાનધારકોને દુકાન ખાલી કરવા પાઠવી નોટીસ 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ ૨૧ શોપીંગ સેન્ટરની ૩૮૫ દુકાનો લાંબાગાળા માટે લીઝથી આપવામાં આવેલ છે.  ૪ શોપીંગ સેન્ટરના ૪૧ દુકાન ધારકો દ્વારા લાંબા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં લીઝ ચાર્જ (ભાડુ) ભરપાઈ કરવામાં આવેલ ન હોય, અગાઉ એસ્ટેટ વિભાગ દ્વારા વખતો-વખત નોટીસ આપવામાં આવેલ હતી.

nprent 2 રાજકોટ મનપાએ લાંબા સમયથી ભાડુ નહી ભરતા ૪૧ દુકાનધારકોને દુકાન ખાલી કરવા પાઠવી નોટીસ 

આમ છતા સદરહુ ૪૧ દુકાનધારકો દ્વારા રૂ.૧૧૪ લાખ જેટલી ભાડા+વ્યાજની રકમ ભરપાઈ કરવામાં આવેલ ન હોય, સદરહુ ૪૧ દુકાનો ધારકોને દિન-૩૦માં દુકાન ખાલી કરી આપવા આખરી નોટીસ ઈસ્યુ કરવામાં આવેલ છે.

nprent3 રાજકોટ મનપાએ લાંબા સમયથી ભાડુ નહી ભરતા ૪૧ દુકાનધારકોને દુકાન ખાલી કરવા પાઠવી નોટીસ 

આ નોટિસ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શોપીંગ સેન્ટર જેવા કે ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર-જ્યુબીલી માર્કેટ સામે,જ્યુબીલી શોપીંગ સેન્ટર,લોટરી બજાર ,ગેલેક્સી સિનેમા સામેનું શોપીંગ સેન્ટર,ત્રિકોણબાગ પાસેનું શોપીંગ સેન્ટરને મળી કુલ ૪૧ દુકાન ધારકોને પાઠવવામાં આવી છે.

nprent 4 રાજકોટ મનપાએ લાંબા સમયથી ભાડુ નહી ભરતા ૪૧ દુકાનધારકોને દુકાન ખાલી કરવા પાઠવી નોટીસ 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…