Not Set/ રાજકોટ/ મગફળીની ખરીદી મામલે સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને થશે આ ફાયદો

રાજકોટમાં ખેડૂતો માટે સુખદ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજકોટ જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રાજકોટમાં 850 ખેડૂતોની જગ્યા એ હવે 1600 ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવશે. રાજકોટ કલેક્ટરેટ ખાતેની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો, જેની જાહેરાત કલેક્ટર દ્વારા કરવામા આવી છે. આપને જણાવી દઇએ કે, […]

Rajkot Gujarat
rajkot magfali રાજકોટ/ મગફળીની ખરીદી મામલે સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને થશે આ ફાયદો

રાજકોટમાં ખેડૂતો માટે સુખદ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજકોટ જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રાજકોટમાં 850 ખેડૂતોની જગ્યા એ હવે 1600 ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવશે. રાજકોટ કલેક્ટરેટ ખાતેની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો, જેની જાહેરાત કલેક્ટર દ્વારા કરવામા આવી છે. આપને જણાવી દઇએ કે, રાજકોટનાં ખેડૂતો દ્વારા સરકાર દ્રારા ટેકાનાં ભાવે ખરીદાતી મગફળીની પ્રક્રિયા મંથરગતીથી  ચાલી રહી હોવાની ફરિયાદો કરવામાં આવી રહી હતી. ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી હતી કે, ખરીદી ખુબ ઘીમી ગતીથી ચાલી રહી છે. સરકાર દ્વારા આ નિર્ણય જાહેર કરી ખેડૂતોનાં પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે અનેક ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીનાં વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળીનાં ઠગલે ઠગલા જોવામાં આવી રહ્યા છે અને છેલ્લા લાંબા સમયથી ખેડૂતો લાઇમાં પોતો વારો ક્યારે આવે તેની રાહમાં ઉભા છે. ત્યારે સરકાર દ્વારા મંથર ગતીએ ચાલતી ખરીદ પ્રક્રિયાને ઝડપી બનાવવા આ ખેડૂતલક્ષી નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.