Not Set/ રાજકોટ મનપાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ,રૂપિયા 2057.42 કરોડનું બજેટ રજૂ

રાજકોટ, રાજકોટ મનપાનું વર્ષ 2019-20 નું બજેટ કરવામાં આવ્યુ છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 2057.42 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. રાજકોટ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતુ કે, વિકાસના અનેક પ્રોજેક્ટો હાથ ધરાશે. જિલ્લામાં ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજની કામગીરી ઉપરાંત પશ્ચિમ રાજકોમાં નવા 3126 આવાસ બનાવવામાં આવશે. નવી 90 જેટલી આંગણવાડી તેમજ 90 મોડેલ સ્કૂલ […]

Top Stories Rajkot Gujarat Videos
mantavya 577 રાજકોટ મનપાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ,રૂપિયા 2057.42 કરોડનું બજેટ રજૂ

રાજકોટ,

રાજકોટ મનપાનું વર્ષ 2019-20 નું બજેટ કરવામાં આવ્યુ છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 2057.42 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. રાજકોટ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતુ કે, વિકાસના અનેક પ્રોજેક્ટો હાથ ધરાશે.

જિલ્લામાં ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજની કામગીરી ઉપરાંત પશ્ચિમ રાજકોમાં નવા 3126 આવાસ બનાવવામાં આવશે. નવી 90 જેટલી આંગણવાડી તેમજ 90 મોડેલ સ્કૂલ સ્માર્ટનું નિર્માણ કરવામાં આવશે.

નવી 200 ઇલેક્ટ્રિક બસ, નવી 100 બેટરી ઓપરેટેડ ઇ-રીક્ષાની સુવિધા પુરી પાડવામા આવશે. 458 કરોડના ખર્ચે 39 કિલોમીટર BRTS રૂટ તૈયાર કરવામા આવશે.

તેમજ સાયકલિસ્ટને પ્રોત્સાહન મળે માટે પ્રથમ વખત સાયકલ ખરીદ પર 1000 રૂપિયા સબસીડી પણ આપવામા આવશે. રૈયા સ્મશાનને ભારતનું સૌથી શ્રેષ્ઠ સ્મશાન બનાવવામાં આવશે. 100 કરોડનો સર્વોત્તમ પ્રોજેકટ અને 40 કરોડના ખર્ચે ઈન્ટરનેટ માટે ફાઇબર કેબલ ઉભા કરવામાં આવશે.