પ્રાણીઓની મિત્રતા રાખવી સારી હોવાનું માનવામાં આવે છે પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે તેની દુશ્મનાવટ ખૂબ જ જોખમી બની શકે છે પરંતુ ક્યારેક એવું પણ બને છે કે પ્રાણીનું મૂડ ખરાબ હોય અને કોઈ કારણ વિના, તે લોકો પર પોતાનો ગુસ્સો ઠાલવવાનું શરૂ કરે છે. તેવામાં સાંડ તેની સામે જે આવે છે તેના પર પોતાનો ગુસ્સો ઠાલવે છે અને જ્યારે આવુ બને છે ત્યારે સામે રહેલાની શામત આવી પડે છે. ગુજરાતનાં રાજકોટમાં પણ કઇક આવી જ ઘટના બનવા પામી હતી.
રાજકોટનાં મહોલ્લામાં એક સાંડ એક થાંભલા પાસે ઉભો હતો અને ત્યારે તે જગ્યાએથી એક સાયકલ સવાર નિકળી રહ્યો હતો, જેને જોઇ સાંડને અચાનક ગુસ્સો આવી ગયો અને તેણે અચાનક તેના પર હુમલો કરી સાયકલ સવારને પાડી દીધો હતો. આ સમગ્ર ઘટના રાજકોટમાં બની હતી, જ્યા સીસીટીવી ફૂટેડમાં આ ઘટના રેકોર્ડ થઇ ગઇ, જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે.
#WATCH Gujarat: Two people injured after being attacked by a bull near Rajkot yesterday. The bull was later shifted to a cowshed. pic.twitter.com/hUmKHDafX9
— ANI (@ANI) June 19, 2019
વીડિયોને જોઇ સમજી શકાય છે કે, આ સાંડ કેટલો ગુસ્સોમાં છે. સાયકલ સવાર માટે સારી વાત એ રહી હતી કે સાંડનાં ગુસ્સામાં તેને કોઇ ગંભીર ઈજા ન થઇ. જો કે આ સાયકલ સવાર સાંડનાં હુમલામાં નીચે પડી ગયા બાદ પણ ઉભો તઇ ગયો અને ત્યાથી ભાગવાની જગ્યાએ ત્યા જ ઉભો રહ્યો અને સાંડને જોતો રહ્યો. સાયકલ સવારની આ વર્તનથી સાંડ વધુ ગુસ્સામાં આવી ગયો અને આ વખતે તે આગળ વધ્યો અને ઘાયલ થયેલા સાયકલ સવાર પર ફરી હુમલો કર્યો. જો કે આ વખતે સાંડનાં ગુસ્સાને સમજી સાયકલ સવાર તેનીથી બચવા ઝડપથી તે જગ્યાએથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ સાંડનાં ગુસ્સાનો શિકાર બનતા ખુદને ન રોકી શક્યો. આ વખતે સાંડે તેને દીવારમાં પટકી દીધો જે પછી તે સાયકલ સવાર ત્યા બેઠો જ રહ્યો.
આ સાયકલ સવારને પટક્યા બાદ સાંડનો ગુસ્સો હજુ શાંત પણ નહતો થયો અને ત્યાથી એક બાઇક સવાર નિકળે છે, અને ફરી સાંડ વધુ ગુસ્સામાં આવી જતા તે બાઇક સવારને પોતાના સીંગથી ટક્કર મારી નીચે પાડી દે છે, આ ઘટનાને જોઇ રહેલો લોકોએ સાંડને ભગાડવા માટે તેના પર પાણી છાંટ્યુ પણ હઠીલો બનેલો સાંડ તેની જગ્યાએથી ન હટ્યો. જો કે બાદમાં આ સાંડને પકડવામાં આવ્યો અને ગૌશાળામાં તેને મોકલી દેવામાં આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
