મુંબઈ,
બિગ બોસ ફેમ બિહારી બાબુ દીપક ઠાકુરે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જસલીન માથુરને લઈને એક એવો મજાક કર્યો હતો જે યુઝર્સને જરા પણ પસંદ આવ્યો નહોતો. સાથે જ જસલીનને પણ દીપકના આ મજાક પર ખુબ ગુસ્સે આવ્યો હતો. જસલીનને આ મજાકને લઈને બિહારી બાબુના વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી.
એક વેબસાઈટ મુજબ દીપક ઠાકુરે જસલીનનો મજાક ઉડાવતા એક વિડીયો બનાવ્યો હતો. વિડીયો જોઈ જસલીન દીપક પર ભડકી ગઈ હતી. હવે દીપકએ તેની માફી માંગી છે. દીપકએ સોશિયલ મેડિયા પર લાઈવ વિડીયો કરી અને લખ્યુ કે, ‘જેનું પણ મેં દિલ દુખાવ્યું છે તેની હું માફી માંગું છું. હું એક સાધારણ માણસ છું. હું મહિલાઓની દિલથી ઈજ્જત કરું છું. જસલીન તમારી પણ. જો તમને મારા ફની વિડીયોથી દુઃખ લાગ્યું હોય તો હું તેની માફી માંગું છું. દીપકાએ પોતાના વિડીયોમાં એ પણ કહ્યુ કે, જો જસલીનને વિડીઓ પસંદ આવ્યો નહોતો, તેમને પોલીસ ફરિયાદ કર્યા કરતા તેમને મને કોલ કરવો જોઈતો હતો. જસલીનનાં એક્શનને દીપકે પબ્લિસીટી સ્ટંટ કહ્યું હતું.જણાવ્યો.’
જોકે, દીપકએ થોડા દિવસો પહેલા સોશિયલ મેડિયા પર પોતાના ભાઈની સાથે એક વિડીયો શેર કર્યો હતો. વિડીયોમાં તે પોતાના ભાઈને પૂછતાં જોવામાં આવી રહ્યા છે કે, બિગ બોસ 13નો ભાગ બનશે તો શું કરશે? તેનો જવાબ આપતા તેમના ભાઈ કહ્યું કે, તે જસલીન સાથે પુલમાં નહાશે.
જસલીનએ આ વિડીયો જોયા બાદ પોલીસ ફરિયાદ કરી દીધી. હવે દીપક ઠાકુરએ સોશીયલ મેડિયા પર જસલીનની માફી માંગી છે.
આપને જણાવી દઈએ જસલીન માથુર અને દીપક ઠાકુર બીગ બોસ સિઝન 12માં સાથે જોવા મળ્યા હતા. તમને એ પણ જણાવી દઈએ કે, બીગ બોસના ઘરમાં જસલીન માથુર ખુબ ચર્ચામાં રહી હતી. શોમાં તે પોતાના ગુરુ અનુપ જલોટાની સાથે પહોંચી હતી. શોમાં જતા પહેલા તેઓએ કહ્યું હતુ કે, જસલીન અને તેઓ બંને રિલેશનમાં છે. જો કે શોની બાર આવ્યા બાદ તેઓએ ઘણા ઇંટરવ્યૂમાં જણાવ્યુ કે, આ બધું શો માટે કર્યું હતું. જસલીન માત્ર તેની પાસે સંગીત શીખે છે. બંનેના સંબંધ ગુરુ-શિષ્યના છે. ત્યાજ દીપક ઠાકુર પોતાના બિહારી બોલ અને એક્ટીવ કંસ્ટેટ માના એક રહ્યા છે. દીપક આ સિઝનનાં ફાઈનલ રનઅપ પણ બન્યા હતા.
