Not Set/ રાજકોટમાં યુવકની હત્યા મામલે સમાજનાં લોકો દ્વારા કરાયો ચક્કાજામ

રાજકોટમાં યુવકની હત્યાનો મામલો મનહરપુરના લોકોએ કર્યો ચક્કાજામ પોલીસ ઉપર પણ પથ્થર ફેંકવામાં આવ્યા ભુપત કોળીની હત્યા મામલે કરાયો ચક્કાજામ પરિવારજનોએ મૃતહેહ સ્વીકારવાનો કર્યો હતો ઈનકાર રાજકોટમાં રિક્ષાચાલકની હત્યાના વિરોધમાં મૃતકનાં સમાજના લોકોએ જામનગર રોડ પર ચક્કાજામ કર્યો. પોલીસે લાશ સ્વીકારવા માટે કહેતા ઉશ્કેરાયેલા લોકોએ ચક્કાજામ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો. વિફરેલા લોકોને કાબુમાં કરવા […]

Top Stories Rajkot Gujarat
rkt murder રાજકોટમાં યુવકની હત્યા મામલે સમાજનાં લોકો દ્વારા કરાયો ચક્કાજામ
  • રાજકોટમાં યુવકની હત્યાનો મામલો
  • મનહરપુરના લોકોએ કર્યો ચક્કાજામ
  • પોલીસ ઉપર પણ પથ્થર ફેંકવામાં આવ્યા
  • ભુપત કોળીની હત્યા મામલે કરાયો ચક્કાજામ
  • પરિવારજનોએ મૃતહેહ સ્વીકારવાનો કર્યો હતો ઈનકાર

રાજકોટમાં રિક્ષાચાલકની હત્યાના વિરોધમાં મૃતકનાં સમાજના લોકોએ જામનગર રોડ પર ચક્કાજામ કર્યો. પોલીસે લાશ સ્વીકારવા માટે કહેતા ઉશ્કેરાયેલા લોકોએ ચક્કાજામ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો. વિફરેલા લોકોને કાબુમાં કરવા પોલીસે પણ લાઠીચાર્જ કર્યો. ભારે બબાલ, ઘષણ અને આખરે સમજાવટ બાદ પરિવારજનોએ લાશ સ્વીકારી લેતા મામલો થાળે પડ્યો.

આપને જણાવી દઇએ કે, રિક્ષા પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં ભૂપત કોળી નામના રિક્ષા ચાલક પર 11 લોકોએ તલવાર, ધોકા, છરી અને પાઈપથી હુમલો કર્યો હતો. જેના કારણે ભૂપત કોળીના હાથ-પગ ભાંગી ગયા હતા. બાદમાં તેને રાજકોટ સિવિલ અને પછી અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મોત થતાં આખો કેસ હત્યામાં પલટાયો. બીજી તરફ પોલીસે આરોપીઓની ધરપકડ કરી સરઘસ કાઢી માફી મગાવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.