Rajkot-Rape/ રાજકોટના બોગસ તબીબ ફરી વિવાદમાં, મહિલાની દુષ્કર્મની ફરિયાદ

રાજકોટમાં ફરી પાછો બોગસ તબીબનો વિવાદ જાગ્યો છે. બોગસ તબીબ શ્યામ રાજાણી સામે ફરિયાદ નોંધાઈ છે. શ્યામ રાજાણી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. તેણે અપરીણિત હોવાનું જણાવીને યુવતી સાથે લગ્ન કર્યા હતા.

Gujarat Rajkot Breaking News

રાજકોટઃ રાજકોટમાં ફરી પાછો બોગસ તબીબનો વિવાદ જાગ્યો છે. બોગસ તબીબ શ્યામ રાજાણી સામે ફરિયાદ નોંધાઈ છે. શ્યામ રાજાણી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. તેણે અપરીણિત હોવાનું જણાવીને યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવતી સાથે તેને શાદી ડોટ કોમના માધ્યમથી પરિચય થયો હતો.

બોગસ ડોક્ટર શ્યામ રાજાણીએ પોતે પરીણિત હોવા છતાં મહિલા અને તેના કુટુંબીજનોથી વાત છુપાવી હતી. લગ્ન બાદ તેણે મહિલાની બંને દીકરીઓને અપનાવવાની ના પાડી હતી. આ ઉપરાંત લગ્ન પછી અવારનવાર ઝગડાઓ કરીને મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યાની પણ ફરિયાદ કરી હતી.

આમ બોગસ તબીબ શ્યામ સામે એક તો પહેલા લગ્ન થયા હોવા છતાં બીજા લગ્ન કરવાના લીધે હિંદુ લગ્ન ધારા મુજબ સજાને પાત્ર ગુનો બનતો હોવાથી તેની કલમ લાગી શકે છે. તેના લીધે તેના બીજા લગ્નને માન્યતા જ મળતી નથી. આમ બીજા લગ્નને માન્યતા મળી ન હોય તેણે પત્ની સાથે બાંધેલા શરીરસંબંધમાં પત્નીએ દુષ્કર્મનો આરોપ મૂક્યો તે બદલ તેને દંડ થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત