Not Set/ રાજકોટની જાણીતી વિરાણી સ્કુલનાં મેદાનનો વિવાદ, શરત વિરુદ્ધ મેદાન વેચવાની તૈયારી

વિરાણી સ્કુલનાં મેદાનનો વિવાદ મેદાન બિલ્ડરે વેચવા કાઢયું શરત વિરુદ્ધ મેદાનને વેચવાની તૈયારી 5700 ચોરસ મીટર જમીન વેચવાનો કારસો માત્ર 52 કરોડમાં આપી દેવાનો કારસો રાજકોટની જાણીતી વિરાણી સ્કુલનાં મેદાનનો વિવાદ સામે આવ્યો છે. કરોડો રૂપિયાની કિંમતનું મેદાન બિલ્ડરે વેચવા કાઢયું  છે. જેને લઇને વિરાણી સ્કુલ શરત વિરુદ્ધ મેદાનને વેચવાની તૈયારી દર્શાવી હતી. વેચાણમાં મેદાનનો […]

Gujarat Rajkot
bapu 9 રાજકોટની જાણીતી વિરાણી સ્કુલનાં મેદાનનો વિવાદ, શરત વિરુદ્ધ મેદાન વેચવાની તૈયારી
  • વિરાણી સ્કુલનાં મેદાનનો વિવાદ
  • મેદાન બિલ્ડરે વેચવા કાઢયું
  • શરત વિરુદ્ધ મેદાનને વેચવાની તૈયારી
  • 5700 ચોરસ મીટર જમીન વેચવાનો કારસો
  • માત્ર 52 કરોડમાં આપી દેવાનો કારસો

રાજકોટની જાણીતી વિરાણી સ્કુલનાં મેદાનનો વિવાદ સામે આવ્યો છે. કરોડો રૂપિયાની કિંમતનું મેદાન બિલ્ડરે વેચવા કાઢયું  છે. જેને લઇને વિરાણી સ્કુલ શરત વિરુદ્ધ મેદાનને વેચવાની તૈયારી દર્શાવી હતી. વેચાણમાં મેદાનનો 5700 ચો.મી. જમીનનો ભાગ નક્કી કરાયો છે.

વિરાણી સ્કુલનાં મેદાનનો બજાર ભાવ રૂ.140 કરોડની આસપાસ આંકવામાં આવે છે. જેને માત્ર 52 કરોડમાં આપી દેવાનો કારસો ઘડાયો છે. જેને લઇને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો છે. જો કે રિનોવેશન માટે ગ્રાઉન્ડ વેંચવાનું બહાનું કાઢવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાનું મેદાન બિલ્ડરે વેંચવા કાઢ્યુ છે. જેને લઇને 5700 ચોરસ મીટર જમીન વેંચવાનો કારસો સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષો જુની શાળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, મનહર ઉધાસ જેવી નામી હસ્તીની સાથે કેટલાય નામી ડોક્ટરો, વકીલો અને રાજકારણીઓ આ શાળામાં ભણી ચુક્યા છે. હવે આજ શાળાના મેદાનનો અમુક ભાગ વેચવા કાઢ્યો છે. પરંતુ કલેક્ટરે આ મેદાન વેચી ન શકાય તેવું જણાવ્યું હોવા છતાં ટ્રસ્ટીઓ દ્વારા મેદાન વેચવા કાઢ્યું છે.

જેને લઇને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ લડતના શરુ કરી છે. જમીન વેચાણમાં એક ટેન્ડર પણ આવ્યું છે.  જેને લઇને વિવાદ વધુ વકર્યો છે. ચેરિટી કમિશનર રાવલ સમક્ષ જમીન વેચાણ મામલે સુનવણી પણ શરૂ થઇ છે. જેમાં આગામી 11 ફેબ્રુઆરીના રોજ વધુ સુનવણી હાથ ધરાશે.

રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શામજી વેલજી વિરાણી હાઇસ્કૂલ ટ્રસ્ટે પોતાની 341919.87 ચો.મી. જમીનમાંથી 5733.87 ચો.મી. જમીન સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીની મંજૂરી સાથે વેચવા કાઢી છે.  ત્યારે આ જાહેરાતથી ચોંકી ઉઠેલા કલેક્ટર તંત્રે સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીમાં વાંધા અરજી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. તેમજ શામજી વેલજી વિરાણી હાઇસ્કૂલ ટ્રસ્ટ પાસે પોતાની માલિકીની અને સરકારે શૈક્ષણિક હેતુ માટે આપેલી રેવન્યૂ ફ્રી હોલ્ડ જમીન હોવાથી કઇ જમીન વેચવા કાઢી છે અને વેચવા કાઢેલી જમીન સરકારે ફાળવેલી જમીન તો નથીને ? તે બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.