Rajkot/ રાજકોટની ગાંધીધામ પોલીસનો નવિન પ્રયોગ, ‘ફરી ન પધારશો’ – ગુનેગાર સુવાક્યોનાં સકંજામાં

રાજકોટ શહેરમાં 2018 જૂન બાદ ગુનાખોરીના ગ્રાફમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનેગારો ગુનાખોરી તરફ ફરી પાછા ન આવે તે માટે તમામ પ્રયાસ કરી રહી છે

Gujarat Rajkot
gandhigream police રાજકોટની ગાંધીધામ પોલીસનો નવિન પ્રયોગ, 'ફરી ન પધારશો' - ગુનેગાર સુવાક્યોનાં સકંજામાં

રાજકોટ શહેરમાં 2018 જૂન બાદ ગુનાખોરીના ગ્રાફમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનેગારો ગુનાખોરી તરફ ફરી પાછા ન આવે તે માટે તમામ પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા હાલ નવો પ્રયોગ કરવામાં આવ્યો.

ગુનેગાર સુવાક્યોના સકંજામાં
‘ફરી ન પધારશો’

રાજકોટની ગાંધીધામ પોલીસનો નવિન પ્રયોગ
કુવિચારોને સુવિચારથી ડામવા ભીત ચિત્રોનો ઉપયોગ
પોલીસ સ્ટેશનની દીવાલ પર 15 જેટલા ચિત્રો દોરવામાં આવ્યા
આરોપીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે હેતુ
પોલીસ પ્રત્યેની લોકોની ભાવના બદલાય તેવો સુંદર વિચાર

આપણે ત્યાં મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે, ગુનેગારો જેલમાં ગયા બાદ અન્ય ગુનેગારોને મળતા હોય છે. ત્યારબાદ તેમની વચ્ચે સંબંધો બંધાતા હોય છે અને કયા પ્રકારે તેઓ નવા પ્રકારની ગુનાખોરીને અંજામ આપી શકે તે બાબતની રણનીતિ પણ ઘડાતી હોય છે. ત્યારે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા ગુનેગારોને ગુનાખોરીથી દૂર કરવા માટે એક અનોખો પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આરોપીઓ માટે બનાવવામાં આવેલી લોકઅપમાં સારા ચિત્રો બનાવવામાં આવ્યા છે તો સાથોસાથ આરોપીઓના જીવનમાં કંઈક સકારાત્મક બદલાવ આવે તે પ્રકારના લખાણ પણ લખવામાં આવ્યા છે.

પોલીસએ સમાજના મિત્રો છે. અને લોકોમાં પોલીસ પ્રત્યે ભય નહીં પણ મિત્રતા હોવી જોઈએ પરંતુ પોલીસ પાસે લોકો જતા ડરતા હોય છે. જ્યારે ગુનેગારો તો પોલીસને દુશ્મનની નજરે જોતા હોય છે. પોલીસ સમાજનું કલ્યાણ કરવા માટે હંમેશા ફરજ પર હોય છે ત્યારે રાજકોટ શહેર પોલીસનો પહેલેથી જ અભિગમ રહ્યો છે કે તે રાજકોટવાસીઓની સુરક્ષા અને શાંતિ બની રહે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. ગુનેગારો કઈ રીતે ગુનાખોરી છોડી એક સામાન્ય માણસનું જીવન જીવે તે પ્રકારના ચિત્રો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બનાવવામાં આવ્યા છે.

હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ની દીવાલમાં 15 જેટલા ચિત્રો બનાવવામાં આવ્યા છે. ત્યારે આરોપીઓ માટેનું જે લોકો હોય છે તે લોકો ની અંદર “અપરાધ છોડો પરિવાર બચાવો” નું સૂત્ર લખવામાં આવ્યું છે. તો સાથોસાથ લોકઅપમાંથી બહાર નીકળતી વખતે ઉપરના ભાગની દિલવાલે ” ફરી ન પધારશો ” નું સૂત્ર લખવામાં આવ્યું છે. તો સાથોસાથ આરોપીઓને પોતાના જીવનમાં કંઈક નવો ઉદ્દેશ મળે કંઈક નવી હકારાત્મક ઉર્જા સાથે તેઓ આપણા સભ્ય સમાજમાં પાછા ફરે તે માટે ઉગતા સૂર્ય નું ચિત્ર તેમજ તેની સાથો સાથ મોટીવેશનલ સૂત્રો પણ લખવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા સમાજના કલ્યાણ માટે હંમેશા પગલા લેવામાં આવી રહ્યાં છે ત્યારે સમાજે પણ એક ડગલુ આગળ વધીને પોલીસ સાથે હાથ મિલાવવા જોઈએ અને ગુનેગારો પાછા ગુના તરફ ન વધે તે માટે સમાજે પણ પ્રયાસ કરવા જોઈએ

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…